મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જેતપુરમાં વિચિત્ર ઘટના : બે વૃદ્ધ મિત્રોએ સાથે ઝેરી દવા પીને કર્યો આપઘાત, રહસ્ય ઘેરાયું

રાજકોટના જેતપુરમાં એક વિચિત્ર ઘટના બની છે, જ્યાં બે વૃદ્ધ મિત્રોએ સાથે ઝેરી દવા

જેતપુરમાં વિચિત્ર ઘટના : બે વૃદ્ધ મિત્રોએ સાથે ઝેરી દવા પીને કર્યો આપઘાત, રહસ્ય ઘેરાયું

રાજકોટના જેતપુરમાં એક વિચિત્ર ઘટના બની છે, જ્યાં બે વૃદ્ધ મિત્રોએ સાથે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. જે ઘરમાં બન્નેએ આપઘાત કર્યો ત્યાં ભગવાનના ભક્તિ ગીતો વાગી રહ્યા હતા.

એકની ઉંમર 64 અને બીજાની 70

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ જેતપુરના જૂના પાંચ પીપળા રોડ પર આવેલ એક ઘરમાં  બે વૃદ્ધ મિત્રોએ ઝેરી દવા પીને આપઘાત કાર્યો છે, જેમાં વસંતરાય તોલારામ ખુવાની ઉંમર 64 વર્ષ છે અને  અમૃત કરશનભાઈ મુરાણીની ઉંમર 70 વર્ષ છે. બંને મૃતકોએ કોલ્ડ્રીંક્સમાં ઝેરી દવા  ભેળવી તેને પીને આપઘાત કર્યો છે. 

બંનેએ આપઘાત કર્યો કે કોઈએ હત્યા કરી? 

બે વૃદ્ધ મિત્રોના આપઘાતની આ ઘટનાથી રહસ્ય ઘેરાયું છે. પોલીસે હાલ બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે. આ બંનેએ જાતે ઝેરી પીણું પીને આપઘાત કર્યો છે કે પછી કોઈએએ બળજબરીપૂર્વક  ઝેરી પીણું પીવડાવીને હત્યા કરી છે એ પોલીસ તપાસ બહાર સામે આવશે. 

આ સમાચાર શેર કરો