મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં બે દિવસની માંદગીમાં માસૂમનું મોત, તાવમાં 4 વર્ષના દીકરાના મોતથી પરિવાર શોકમાં ગરક

સુરત સહિત સમગ્ર રાજ્યમાં માસૂમોના માંદગીમાં થતાં મોતને લઈને ચિંતાનો માહોલ છે. ત્યારે

સુરતમાં બે દિવસની માંદગીમાં માસૂમનું મોત, તાવમાં 4 વર્ષના દીકરાના મોતથી પરિવાર શોકમાં ગરક

સુરત સહિત સમગ્ર રાજ્યમાં માસૂમોના માંદગીમાં થતાં મોતને લઈને ચિંતાનો માહોલ છે. ત્યારે સુરતના પુણા વિસ્તારમાં રહેતા 4 વર્ષના બાળકને બે દિવસથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તાવ આવતો હોવાથી દાખલ કરાયા બાદ અચાનક તેનું મોત થયું હતું. જેથી પરિવાર શોકમાં ગરક થઈ ગયું હતું.

ટૂંકી સારવાર દરમિયાન મોત

પુણાગામ વિસ્તારમાં સંદિપભાઈ ચૌહાણ પરિવાર સાથે રહે છે. તેમના 4 વર્ષના દીકરા રૂદ્નને છેલ્લા ચારેક દિવસથી તાવ આવતો હતો. સ્થિતિ બગડતા તેને બે દિવસથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પણ સારું ન થતાં તેને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.સારવાર દરમિયાન બાળકના મોતને લઈને પરિવારે ભારે રોકકળ કરી મૂકી હતી.

પરિવાર શોકમાં ગરક

ચૌહાણ સંદિપભાઈએ કહ્યુ કે મારા દીકરાનું નામ રૂદ્ર હતું. પહેલા પ્રાઈવેટમાં લઈ ગયા હતાં. બે દિવસથી તાવ આવતો હતો. બે ઉલટી લોહીની થઈ હતી. પ્રાઈવેટમાંથી અમને સિવિલ લઈ જવા કહેવાયું હતું. સિવિલમાં મૃત જાહેર કરવામાં આવ્યો છે. તેને કોઈ જ બિમારી નહોતી. આ બે દિવસથી જ તે બિમાર હતો.

આ સમાચાર શેર કરો