રાજકોટમાં ખેલાયો ખુની ખેલ, બે સગા ભાઇઓને ચપ્પાના ઘા મારી મોતને ઘાટ ઉતારાયા; જાણો શું છે ઘટના
રાજકોટમાં ગત રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટ શહેરના સામાકાંઠે સંતકબ

રાજકોટમાં ગત રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટ શહેરના સામાકાંઠે સંતકબીર રોડ પર ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. પરપ્રાંતીય બે ભાઈઓને ચારથી વધુ શખ્સોએ છરીના ઘા ઝીંકી લોહી-લુહાણ કરી દેતા બંનેને સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા.
ચારથી વધુ શખ્સોએ છરીના ઘા ઝીંક્યા
જ્યાં બંનેના મૃત્યુ નીપજ્યા હતા. મકાન ખાલી કરવાના મુદ્દે હત્યા થયાની ચર્ચા છે. જો કે પોલીસ તપાસ બાદ હત્યા પાછળનું ચોક્કસ કારણ બહાર આવશે. મોડી રાત્રે બી-ડીવીઝન પોલીસે આ મામલે ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે. પાંચ શખ્સોએ બન્ને ભાઈઓ પર જીવલેણ હુમલો કર્યો હતો.
ચારથી વધુ અજાણ્યા શખ્સો આવી ચઢ્યા
જબલપુરના અને છેલ્લા દોઢેક વર્ષથી રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં ગોવિંદબાગ શાકમાર્કેટ પાસે આર્યનગરમાં ભાડે રહેતા અને ચાંદી કામ કરતાં અમીત રાજુભાઈ જૈન (ઉ.વ. 29) અને તેનો ભાઈ વીકી (ઉ.વ. 25) ઘર પાસે હતા ત્યારે ત્રણથી ચાર અજાણ્યા શખ્સો આવી ચઢ્યા હતા અને આડેધડ છરીના ઘા ઝીંકી દેતા ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બંનેના સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યા હતાં.
તેમને સંતાનમાં ત્રણ પુત્રો
આ ઘટના અંગે મૃતકના પિતા રાજુભાઈએ જણાવ્યું કે તેમને સંતાનમાં ત્રણ પુત્રો છે. ત્રણેયના લગ્ન થઈ ગયા છે. મોટા પુત્ર અમિતને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. તે સંયુક્ત પરિવારમાં છેલ્લા દોઢેક વર્ષથી રાજકોટમાં રહી ચાંદીકામ કરે છે. પુત્રવધૂએ જમવાનું બનાવ્યું હોય બધા પરિવારજનો જમવાની તૈયારી કરી રહ્યા હતા. આ સમયે પહેલા માળેથી તેનો પુત્ર અમિત નીચેના માળે બાથરૂમ જવાનું કહીને નીકળ્યો હતો. જ્યાં નીચેના માળે અજાણ્યા ત્રણ થી ચાર શખ્સોએ તેને છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. જે તેનો નાનોભાઈ વીકી જોઈ જતાં બચાવવા દોડ્યો હતો. હુમલાખોરોએ તેને પણ છરીના ઘા ઝીંકી દેતાં બંને લોહીલુહાણ થઇ ઢળી પડ્યા હતા.






