Tapi/ રાત્રિના અંધારામાં બે બાઈક ટકરાયા, બે યુવકોના મોત, ચાર ઘાયલ
તાપી જિલ્લાના નિઝર તાલુકામાં આવેલા દેવલપાડા ગામની સીમમાં ગઈકાલે રાત્રિ દરમિયાન બે બાઈ

તાપી જિલ્લાના નિઝર તાલુકામાં આવેલા દેવલપાડા ગામની સીમમાં ગઈકાલે રાત્રિ દરમિયાન બે બાઈક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ચાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે.
મૃતકોમાં એકની ઓળખ 15 વર્ષીય અભિષેક વસાવે તરીકે થઈ છે, જે બાઈક પર સવાર હતો. અન્ય એક મૃતક અજાણ્યા બાઈક ચાલક હોવાનું જાણવા મળ્યું છે, જેની ઓળખ માટે પોલીસે પ્રયાસો હાથ ધર્યા છે. આ ભયાનક ટક્કરમાં કુલ બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે, જ્યારે ચાર અન્ય વ્યક્તિઓને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ ગમખ્વાર અકસ્માતની જાણ થતાં જ નિઝર પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો દાખલ કર્યો છે અને મૃતકોની ઓળખ તેમજ અકસ્માતના કારણો જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.






