Tapi news: નેશનલ હાઈવે પર ટેમ્પો ઊભેલી ટ્રકમાં ભટકાયું, શાકભાજી લેવા જતા દંપતિનું મોત
તાપી તાલુકાના ઉચ્છલ તાલુકાના વડપાડા ગામની સીમમાં અકસ્માત થતા દંપતીનું મોત નિપજ્યું છે. ઉભે

તાપી તાલુકાના ઉચ્છલ તાલુકાના વડપાડા ગામની સીમમાં અકસ્માત થતા દંપતીનું મોત નિપજ્યું છે. ઉભેલી ટ્રકમાં ટેમ્પા ચાલકે પોતાનું વાહન ભટકાવી દેતા અકસ્માત સર્જાયો હતો. ટેમ્પોમાં સવાર દંપતીનું મોત નીપજ્યું હતું. ઉચ્છલ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
દંપતી મહારાષ્ટ્રના નવાપુર ખાતે શાકભાજી લેવા જઈ રહ્યા હતા
પ્રાપ્ત માહિતી મુજબ ઉચ્છલ તાલુકાના વડપાડા ગામની સીમમાં ધુલિયા નેશનલ હાઈવે પર ટેમ્પા ચાલકને અકસ્માત નડ્યો હતો. હાઇવે પર ઉભેલી ટ્રકમાં સીએનજી ટેમ્પાના ચાલકે પોતાનું ભટકાવી દેતા ટેમ્પામાં સવાર ચાલક હરીશ કોંકણી અને તેમના પત્ની લતાબેન કોંકણીનું મોત નીપજ્યું હતું. ટેમ્પામાં દંપતી મહારાષ્ટ્રના નવાપુર ખાતે શાકભાજી લેવા જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. ઉચ્છલ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.




