ગીર ગઢડા: બે બાઈકોની સામ-સામે થઈ ધડાકાભેર ટક્કર, 2 યુવાનોના મોત અને 3 ઘાયલ
રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડાના સોનારીયા પાસે બે વ

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડાના સોનારીયા પાસે બે વાહનોની ટક્કર સર્જાઈ હતી. આ અકસ્માતમાં ઉના નગરપાલિકાના પુર્વે પ્રમુખના પુત્રનું ઘટનાસ્થળે મોત થયું હતું. બે બાઈક પર કુલ 5 યુવાનો સવાર હતા.
અકસ્માતમાં બેના મોત અને ત્રણ ઘાયલ
સોનારીયા ગામ પાસે ઉનાથી પુર્વ પાલિકા પ્રમુખના પુત્ર અને તેમનો મિત્ર બુલેટ લઈ રાજકોટ જતા હતા,તે દરમિયાન સોનારીયા પાસેથી આવતી બાઈક અને બુલેટની ધડાકાભેર ટક્કર થઈ હતી.
પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કર્યો
આ અકસ્માતની ઘટનામાં 3 લોકોને ઈજા પહોચી હતી અને 2 લોકોના મોત થયા હતા. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને અકસ્માતનો ગુનો દાખલ કર્યો હતો. મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.






