BHARUCH : ONGCની પાઈપલાઈનમાંથી ઓઈલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું, 2 આરોપીની ધરપકડ, 4 વોન્ટેડ જાહેર
Bharuch News : ભરૂચ પોલીસ SOGએ જિલ્લામાંથી પસાર થતી ONGC ઓઈલ પાઈપલાઈનમાંથી ચોરીનું મોટું કૌભાંડ પકડી પ

Bharuch News : ભરૂચ પોલીસ SOGએ જિલ્લામાંથી પસાર થતી ONGC ઓઈલ પાઈપલાઈનમાંથી ચોરીનું મોટું કૌભાંડ પકડી પડ્યું છે. પાઈપલાઈનમાંથી ઓઈલની ચોરી કરનાર 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જયારે 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
પાઈપલાઈનમાં પંચર કરી વાલ્વ બેસાડ્યો
ભરૂચના નબીપુર નજીકના સીતપોણ ગામની સીમમાંથી CTF અંકલેશ્વરથી કોયલી રીફાઇનરીમાં જતી ONGCની ક્રૂડ ઓઇલની પાઈપલાઈન પસાર થાય છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે આ પાઈપલાઈન પર પંચર કરી વાલ્વ બેસાડી ક્રૂડ ઓઇલની ચોરી કરવામાં આવી રહી છે.
2 આરોપીની ધરપકડ, 4 વોન્ટેડ જાહેર
પોલીસે તપાસ કરતા આમોદના આછોદ ગામના સંજય વસાવા અને રમેશ વસાવાની ધરપકડ કરી હતી. ઝડપાયેલા બન્ને આરોપીઓ તેઓના જ ગામના ઇકબાલ નિઝામ પઠાણ, ઇમ્તીયાઝ એહમદ દેડકો પટેલ અને સઈદ ઉર્ફે બટકો અદાના કહેવાથી પાઈપલાઈનમાંથી ક્રૂડ ઓઇલ ચોરીનું કૌભાંડ ચલાવતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે તેમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરાર આરોપીઓ અગાઉ પણ ક્રૂડ ઓઇલની ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું છે.








