સુરત/ કાળઝાળ ગરમીમાં ફરજ બજાવતા પોલીસકર્મીની વ્હારે આવ્યા કિન્નર, છાસનું કર્યુ વિતરણ
હાલ ઉનાળાની કાળઝાળ ગરમીનો અહેસાસ સૌ કોઈ કરી રહ્યાં છે. ત્યારે રસ્તા પર ઉભા રહીને ટ્રાફિ

હાલ ઉનાળાની કાળઝાળ ગરમીનો અહેસાસ સૌ કોઈ કરી રહ્યાં છે. ત્યારે રસ્તા પર ઉભા રહીને ટ્રાફિક સહિતની બાબતનું સંકલન કરતાં પોલીસ કર્મચારીઓને ઠંડકનો અહેસાસ કરાવવા માટે કિન્નરો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. નવોદય ટ્રસ્ટ દ્વારા ગરમી વચ્ચે પણ પોતાની ફરજ નિભાવતા પોલીસકર્મીઓને છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરેક સર્કલ પર જઈને આકરા તાપમાં ફરજ બજાવનારા કર્મચારીઓને ઠંડી છાસ સાથે પાણી પીવડાવવામાં આવ્યું હતું.
રક્ષકોની રક્ષા જરૂરી
નવોદય ટ્રસ્ટના નૂરીકુંવરે કહ્યું કે, હાલ હીટવેવનો સમય ચાલી રહ્યો છે. ત્યારે રક્ષકોની રક્ષા માટે અમે કંઈક વિચાર્યું હતું.જેમાં અમે છાસ વિતરણનું કામ હાથ ધર્યું છે. ટ્રાફિક જવાનોથી લઈને તમામ જવાનો જે કાયદાના રક્ષણ માટે થઈને રસ્તા પર ઉભા રહે છે. ત્યારે તેમના માટે અમે બહિષ્કૃત ગણાતા સમાજ દ્વારા આ પ્રયાસ કર્યો છે. ત્યારે અમે આગામી સમયમાં પણ અનેક કાર્ય કરતાં રહિશું. આજે દરેક સર્કલ પર જઈને છાસ વિતરણ કર્યું છે. પોલીસની કામગીરીથી પ્રેરિત થઈ છાશ વિતરણ કરાઈ છે.
સંસ્થાનું સરાહનિય કાર્ય
પોલીસ અધિકારીએ કહ્યું કે, ટ્રાફિક બ્રિગેડથી લઈને તમામ પોલીસ કર્મચારીઓ જે રસ્તા પર જવાબદારી નિભાવે છે. ત્યારે તેમને લૂ લાગવા સહિતના ડિહાઈડ્રેશન સહિતના પ્રશ્નો ઉભા થતાં હોય છે. ત્યારે આ સંસ્થા દ્વારા થયેલા પ્રયાસને અમે બિરદાવીએ છીએ. નવોદય ટ્રસ્ટ દ્વારા જે જાગૃતિના કાર્યક્રમ કરવામાં આવી રહ્યાં છે. જે સરાહનિય છે. છાસ અને પાણીના વિતરણ દરેક પોઈન્ટ પર જઈને કરવામાં આવી રહ્યાં છે.








