મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં રીક્ષાને બચાવવા જતા સર્જાયો ત્રિપલ અકસ્માત, બસની પાછળ ટેમ્પો અને તેની પાછળ ધડાકાભેર અથડાઈ કાર

સુરતમાં રોજે રોજ અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વરાછા મેઈન રોડ ઓવરબ્રિજ પર વિચિત્ર

સુરતમાં રીક્ષાને બચાવવા જતા સર્જાયો ત્રિપલ અકસ્માત, બસની પાછળ ટેમ્પો અને તેની પાછળ ધડાકાભેર અથડાઈ કાર

સુરતમાં રોજે રોજ અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વરાછા મેઈન રોડ ઓવરબ્રિજ પર વિચિત્ર રીતે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષાને બચાવવા જતા બસ ડિવાઇડર સાથે અથડાઈ હતી. ત્યારબાદ તેની પાછળ ટેમ્પો અને કાર પણ અથડાયા હતા.

રીક્ષાનું ટાયર નીકળી ગયેલું

વરાછા ઓવરબ્રિજ પર પસાર થઈ રહેલી મુસાફરોથી ભરેલી એસટી બસ આગળ જતી રીક્ષાનું ટાયર નીકળી ગયું હોવાથી તેને બચાવવા અચાનક બસના ડ્રાઈવરે બ્રેક મારી હતી. જેથી ડિવાઇડર સાથે બસ અથડાઈ હતી. જોકે, બસના ચાલકે અચાનક બ્રેક મારી હોવાથી તેની પાછળ સુમુલ ડેરીનો ટેમ્પો અને એક કાર અથડાઈ હતી. જેથી ત્રણેય વાહનોમાં ભારે નુકસાન થયું હતું

30 મુસાફરો બસમાં હતા

એસટી બસમાં 30 જેટલા મુસાફરો સવાર હતા. પરંતુ બસ ડ્રાઇવરની સુઝબુઝના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. લોકોએ કહ્યું કે, રીક્ષાથી લઈને તમામ વાહનોને માત્ર નુકસાન થયું છે. જ્યારે લોકોને કઈ જ ન થયું હોવાથી મોટી જાનહાનિ ટળી છે.

આ સમાચાર શેર કરો