સુરતના પીપોદરા નજીક ટ્રીપલ અકસ્માત, ઈનોવાએ બ્રેક મારતાં પાછળથી બે કાર ધડાકાભેર અથડાઈ
દિવાળી વેકેશન પૂર્ણ થતાની સાથે જ રોડ એક્સિડન્ટમાં વધારો થયો છે. સુરતના માંગરોળના પીપોદરા ગામ પાસે ન

દિવાળી વેકેશન પૂર્ણ થતાની સાથે જ રોડ એક્સિડન્ટમાં વધારો થયો છે. સુરતના માંગરોળના પીપોદરા ગામ પાસે નેશનલ હાઇવે 48 પર એક સાથે ત્રણ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેને લઇને હાઇવે પર ટ્રાફિક થયો હતો. સ્થળ પર દોડી ગયેલ NHAI વિભાગની ટીમે અકસ્માતગ્રસ્ત વાહનો સાઈડ કરી હાઇવે પરથી ટ્રાફિક હળવો કર્યો હતો.
આ પણ વાંચોઃVideo: સુરતમાં ક્રેન સર્વિસની દુકાનમા લાગી ભયાવહ આગ, ફર્નિચર સહિતનો સામાન બળીને ખાક
અચાનક બ્રેક મારતા અકસ્માત
નેશનલ હાઇવે પર ગત મોડી રાત્રે વધુ એક અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર માંગરોળ તાલુકાના પીપોદરા ગામની સીમમા એક ઇનોવા કાર ચાલકે અચાનક બ્રેક મારતાં પાછળ આવી રહેલ એક કાર ઇનોવા પાછળ ઘુસી ગઈ હતી. એ કાર પાછળ વધુ એક કાર ઘુસી ગઈ હતી. આમ એક સાથે ત્રણ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતથી ટ્રાફિક જામ
અકસ્માતને પગલે નેશનલ હાઇવે 48 પર ટ્રાફિક જામ થયો હતો. જેને લઇને સુરત જિલ્લા NHAI વિભાગની ટીમ તુરત સ્થળ પર દોડી ગઈ હતી. NHAI વિભાગની ટીમે બન્ને અકસ્માતગ્રસ્ત વાહનોને હાઈવેની સાઈડ કરી હાઇવે ખુલ્લો કરાવ્યો હતો. અકસ્માતમાં કારોમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો. જેને લઇને સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.








