મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ATMમાંથી ચોરી કરવા તસ્કરો વાપરતા અજબ કિમીયો, આ રીતે ગ્રાહકોના રૂપિયાનો કરતાં હાથ ફેરો

ચોરી કરવા માટે તસ્કરો અવનવા રસ્તા અપનાવતાં હોય છે. ત્યારે સુરતમાં એટીએમમાંથી નીકળતા રૂપિયાની સફાઈપૂર્વક ચો

સુરતમાં ATMમાંથી ચોરી કરવા તસ્કરો વાપરતા અજબ કિમીયો, આ રીતે ગ્રાહકોના રૂપિયાનો કરતાં હાથ ફેરો

ચોરી કરવા માટે તસ્કરો અવનવા રસ્તા અપનાવતાં હોય છે. ત્યારે સુરતમાં એટીએમમાંથી નીકળતા રૂપિયાની સફાઈપૂર્વક ચોરી કરતાં હતાં. પોલીસે બે આરોપીઓને સ્ક્રૂ ડ્રાઈવર સહિતના સામાન સાથે ઝડપી લીધા હતાં. આરોપીઓની પૂછપરછમાં બન્ને આરોપીઓએ એટીએમમાંથી ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી જણાવતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી.

1.16 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

ઉધના પોલીસે ઝડપી લીધેલા આરોપીઓ એટીએમ મશીનમાંથી કિમીયા કરતાં હોવાનું સામે આવ્યું હતું. પોલીસને ફરિયાદ મળી હતી કે મશીનમાં રૂપિયા ઉપાડવા જતા લોકોના રૂપિયા ફસાઈ જતા હતાં. પરંતુ રૂપિયા ન મળતાં નહોતા. જેથી પોલીસે તપાસ કરતાં બે આરોપી રમેશચંદ્ર રામઆશરે અને રજનીકાંત રામનરેશ દિક્ષીતને ઝડપી લીધા હતાં. ત્યારબાદ બન્ને આરોપીઓ પાસેથી રોકડા 11 હજાર તથા બે મોટરસાયકલ તથા બે મોબાઈલ અને બે એટીએમ તથા એલ્યુમિનિટમની પટ્ટી અને સ્ક્રૂ ડ્રાઈવર સહિતનો 1.16 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આરોપીઓ આ રીતે ચોરી કરતાં

આરોપીઓએ પૂછપરછમાં કહ્યું કે, એટીએમમાં લોકો પૈસા ઉપાડવા આવે તે પહેલા એટીએમમાં પૈસા નીકળવાની જગ્યાએ સ્ક્રૂ ડ્રાઈવર વડે ખોલી નાખતાં હતાં. તે જગ્યાએ એલ્યુમિનિયમની પટ્ટી લગાવી તેના પર ગમ લગાવી દેતા હતાં. પછી દૂર બેસી તેની પર વોચ રાખતાં હતાં. જેથી કોઈ વ્યક્તિ એટીએમમાંથી રૂપિયા કાઢવા આવે તે વ્યક્તિ એટીએમમાં પૈસા કાઢે પરંતુ રૂપિયા કપાય જાય પરંતુ એલ્યુમિનિયમની પટ્ટીના કારણે તે પૈસા એટીએમ મશીનની બહાર નીકળે નહી અને આ એલ્યુમિનિયમની પટ્ટી સાથે ચોંટી જતા હતાં. રૂપિયા ન મળે એટલે વ્યક્તિ જતો રહેતો હતો. બાદમાં બન્ને આરોપી પૈકી એક વોચ રાખે અને બીજા એટીએમમાંથી એલ્યુમિનિયમની પટ્ટી પર ચોંટેલા રૂપિયા કાઢી લેતા હતાં. 

આ સમાચાર શેર કરો