મૂળ સુરતીઓનો બળેવ ઉજવણીનો ટ્રેન્ડ 86 વર્ષે પણ યથાવત, આ દિવસે ઉજવે છે રક્ષાબંધન
ભારત દેશ તહેવારોનો દેશ છે, પરંતુ તેમાં પણ સુરતીઓ અને તહેવારની ઉજવણી બંને એકબીજાના પર્યાય બની

ભારત દેશ તહેવારોનો દેશ છે, પરંતુ તેમાં પણ સુરતીઓ અને તહેવારની ઉજવણી બંને એકબીજાના પર્યાય બની ગયાં છે. કોઈ પણ તહેવાર હોય સુરતીઓ મૂળ પરંપરા મુજબ જ ઉજવે છે. સુરતમાં સમયની સાથે સાથે અનેક તહેવારની ઉજવણીનો ટ્રેન્ડ બદલાયો છે પરંતુ 86 વર્ષ પહેલા બળેવના દિવસે બનેલી દુર્ઘટનાના કારણે વાસી બળેવ ઉજવવાના ટ્રેન્ડમાં કોઈ બદલાવ આવ્યો નથી. આજે પણ મૂળ સુરતીઓ ગણાતી જ્ઞાતિના લોકો વાસી બળેવની જ ઉજવણી કરવાનુ પસંદ કરે છે.
રક્ષાબંધનના દિવસે દુર્ઘટના બની હતી
સુરતમાં આજથી બરાબર 86 વર્ષે પહેલા એટલે કે 12 ઓગષ્ટ 1938ના રોજ રક્ષાબંધનના દિવસે એક હોડી દુર્ઘટના બની હતી. બળેવ બાદ હોડીમાં ફરવા જતી વખતે તાપી નદીના ઉંડા માનસપટમાંથી નીકળી શકી નથી. આ દુર્ઘટનાનો ભોગ બનેલા સુરતના કોટ વિસ્તારના મૂળ સુરતી ગણાતી જ્ઞાતિના લોકો જ હતા, તેથી સુરતીઓ આજે પણ વાસી બળેવની ઉજવણી કરવાનું પસંદ કરે છે.
આજે પણ ટ્રેન્ડ બદલાયો નથી
તાપી નદીમાં 86 વર્ષમાં અનેક પાણી વહી ગયા પણ અસલ સુરતીઓન બળેવની ઉજવણીનો ટ્રેન્ડ બદલાયો નથી, અને આજે પણ વાસી બળેવની ઉજવણી યથાવત જોવા મળે છે. આજે સુરતની વસ્તી વધીને 80 લાખનો આંકડો પાર કરી ગઈ છે, સુરત મીની ભારત બની ગયું છે. તેથી મૂળ સુરતી ગણાતા ક્ષત્રિય, રાણા અને મૌઢ વણિકની વસ્તી ઘટી રહી છે અને સુરતમાં હવે તેઓ લઘુમતીમાં છે તેમ છતાં વર્ષો જુની તહેવારની ઉજવણીની પરંપરા આજે પણ યથાવત જોવા મળે છે.








