હેવાનિયતની હદ વટાવાઈ!, લાઠીથી સુરત આવતી ટ્રાવેલ્સના ડ્રાઈવરે ચાલુ બસે મહિલા સાથે આચર્યુ કુકર્મ
દુષ્કર્મના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતની મહિલા સાથે ખા

દુષ્કર્મના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતની મહિલા સાથે ખાનગી બસના ડ્રાઈવરે દુષ્કર્મ આચર્યુ હતું. ફોન નંબર લઈને મેસેજ સહિતની વાતો કરીને મહિલાને વિશ્વાસમાં લીધી હતી. બાદમાં મહિલા સાથે દુષ્કર્મ આચરીને સાત વર્ષના સંતાનને મોતને ઘાટ ઉતારવાની ધમકી આપી હતી. જેથી મહિલાએ કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બસને કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
રાત્રે સોફામાં ઘુસી આવ્યો
ગત 14મી સપ્ટેમ્બરના રોજ મહિલા પોતાના બહેનના ઘરે જવા માટે સુરતથી ખાનગી બસમાં નીકળી હતી. ત્યારબાદ મહિલા બસમાંથી ઉતરી ત્યારે ડ્રાઈવરે મોબાઈલ નંબર મેળવી લીધો હતો. ટીકિટમાં લખેલો નંબર મેળવી લીધો હતો. તેના આધારે તે ફોન અને મેસેજ કરવા લાગ્યો હતો. ત્યારબાદ રિટર્ન બૂકીંગ એ જ બસમાં હતું. લાઠીથી 16મી તારીખે તે રોડ પરથી જ મારૂતિનંદન બસમાં બેસી ગઈ હતી. ત્યારબાદ રાત્રિના બે વાગ્યા આસપાસ ડ્રાઈવર બીજા ડ્રાઈવરને બસ આપીને મહિલા જે સોફામાં હતી ત્યાં આવી ગયો હતો.
બે વખત આચર્યુ દુષ્કર્મ
મહિલા જે સોફામાં સૂતી હતી ત્યાં નજીકમાં તેનું બાળક હતું. તેને મારી નાખવાની ધમકી આપીને પછી તેણી સાથે કપડા ફાડી મોં દબાવીને દુષ્કર્મ આચર્યું હતું. રાત્રિ દરમિયાન એક પછી એક એમ બે વખત દુષ્કર્મ આચર્યુ હતું. બાદમાં આખી રાત સોફામાં બેસી રહ્યો હતો. સાથે જ ધમકી આપતો હતો. બાદમાં તેણી ઘરે ગયા બાદ પુણા પોલીસમાં ગયા બાદ કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.








