રાજકોટમાં વાહન અથડાવા બાબતે કિન્નર સમુદાયે કરી બબાલ
રાજકોટમાં કિન્નરોએ રસ્તા પર વાહન અથડાવા બાબતે કેટલાક શખ્સો સાથે બબાલ કરી હોવાના સમાચાર મળી રહ્ય

રાજકોટમાં કિન્નરોએ રસ્તા પર વાહન અથડાવા બાબતે કેટલાક શખ્સો સાથે બબાલ કરી હોવાના સમાચાર મળી રહ્યા છે. રાજકોટ શહેરમાં જયુબિલી ચોક પાસે અન્ય સાથે વાહન અથડાતાં કિન્નરો દ્વારા કેટલાક વ્યક્તિઓ સાથે માથાકુટ કરવામાં આવી હતી. કિન્નરોએ આક્ષેપ લગાવ્યા છે કે બે શખ્સોએ તેમને ઢીકા પાટુનો માર માર્યો હતો તેમજ બે શખ્સોએ છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો.
આ પણ વાંચો : રાજકોટમાં વૃદ્ધ મહિલાઓને ભોળવી લૂંટ મચાવતા બંટી બબલીની થઈ ધરપકડ
તો બીજી તરફ છરી વડે માથાકૂટ કરી રહેલા શખ્સને પણ કિન્નરો દ્વારા માર મારવામાં આવ્યો હતો તેવા પણ એહવાલ મળી રહ્યા છે. સમગ્ર ઘટના બનતા કિન્નરોનું ટોળું ન્યાયની માંગણી માટે પોલીસ સ્ટેશન પહોંચ્યું હતુ. તેમજ આરોપીને પકડી તેનું સરઘસ કાઢવા માટે પણ સૂત્રોચ્ચાર કર્યા હતા. ઘટનાને અનુક્રમે, એ ડિવિઝન પોલીસ સ્ટેશનને પણ કિન્નરોએ માથે લીધું હતું. સમગ્ર મામલે એસીપી સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા.




