Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Bunty Babli arrested for robbing elderly women

રાજકોટમાં વૃદ્ધ મહિલાઓને ભોળવી લૂંટ મચાવતા બંટી બબલીની થઈ ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 18 Jan 2025
લાઇવ ટીવીGoogle News
રાજકોટમાં વૃદ્ધ મહિલાઓને ભોળવી લૂંટ મચાવતા બંટી બબલીની થઈ ધરપકડ

રાજકોટ તાલુકા પોલીસે વૃદ્ધ મહિલાઓને ભોળવી લૂંટ મચાવતા બંટી બબલીની ધરપકડ કરી છે. આરોપીઓ વૃદ્ધ મહિલાઓને પીણામાં ઊંઘની ગોળી ભેળવીને લૂંટ ચલાવતા હતા. વૃદ્ધ લોકોને મદદ કરવાના બહાને તેમને ટાર્ગેટ કરતા હતા અને પછી સેવાના નામે લૂંટ મચાવતા હતા.

App Store

આ પણ વાંચો : દાહોદમાંથી ફરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો નકલી ડોક્ટર ઝડપાયો

મૂળ ભાવનગર પંથકના અને રાજકોટમાં ઝૂપડામાં રહેતા એભા વાઘેલા અને તેની પત્ની નાંથી વાઘેલાની રાજકોટ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. શહેરમાં ચાર જેટલા લૂંટના બનાવોને આ બંટી બબ્લીએ અંજામ આપ્યો હતો. રાજકોટ તાલુકા પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.