દાહોદમાંથી ફરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો નકલી ડોક્ટર ઝડપાયો

ગુજરાતમાંથી જાણે નકલી ડોક્ટરો, નકલી પોલીસ, નકલી સીએમઓ અધિકારીઓ પકડાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. એવામાં દાહોદમાંથી વધુ એક નકલી ડૉક્ટર ઝડપાયો છે.
આ પણ વાંચો : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો કોન્સ્ટેબલ 65000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો
દાહોદ SOG બ્રાન્ચ પોલીસ દ્વારા બોગસ મુન્ના ભાઈ MBBSને ઝડપી પાડવામાં આવ્યો છે. દાહોદ જિલ્લાના ધાનપુર વિસ્તારમાંથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો બોગસ તબીબ ઝડપી પડાયો છે. સરપંચ ફળિયામાંથી બોગસ તબીબને પોલીસે ઝડપી પાડ્યો છે. તેની સાથે મેડિકલને લગતી સાધન સામગ્રી અને મેડિસીન દવાઓ મળી કુલ 1,00,435.7નો મુદ્દામાલ SOG પોલીસે ઝડપી પાડયો છે.

