અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો કોન્સ્ટેબલ 65000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

અમદાવાદમાં એક વ્યક્તિને તેના જુગાર રમવાની વાત પોલીસને જાણ કરી ડરાવીને પૈસા પડાવનાર શખ્સ ઝડપાયો છે. એક વ્યક્તિની તેમના મિત્રો સાથે જુગાર રમવાની વાત આરોપીને જાણ થતાં આરોપીએ રુપિયા એક લાખની ખંડણી માંગી હતી. જો કે, પીડિતે હિંમત દાખવી અને સમયસુચકતા વાપરી પોલીસની મદદથી વારંવાર ખંડણીની માંગ કરનાર શખ્સને પોલીસે ટ્રેસ ગોઢવીને ઝડપી પાડ્યો છે.
અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં એક શખ્સે ફરિયાદી પાસે તેમના મિત્રો સાથે જુગાર રમવાની વાત આરોપીને જાણ થઈ હતી. જેથી આરોપીએ ફરીયાદી પાસેથી તેમની તથા તેમના મિત્રો વિરૂધ્ધ જુગારનો કેસ નહીં કરવા, સરધસ નહીં કાઢવા તથા માર નહી મારવા બાબતે આ કામના પ્રથમ રૂપિય ચાર લાખની લાંચની માંગણી કરી હતી. પરંતુ ભારે રકઝકાના અંતે એક લાખ રુપિયા નકકી કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : અમદાવાદ ફ્લાવર શૉમાં નકલી ટિકિટ વેચનાર શખ્સ ઝડપાયો, જાણો સમગ્ર મામલો
આરોપીએ ફરીયાદી પાસેથી જે તે સમયે રૂ.૩૫૦૦૦ લઈ લીધા હતા. અને બાકીના રૂ.૬૫૦૦૦ની લાંચની માંગણી ચાલુ રાખી હતી. પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હતા. જેથી તેમણે એ.સી.બીનો સંપર્ક કરી ફરીયાદી આપી હતી અને તેમની ફરીયાદના આધારે આજ રોજ ફરિયાદીની મદદથી વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.
ઝડપાયેલ આરોપી 27 વર્ષીય અમનકુમાર સંજયકુમાર ચૌહાણ છે. જે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ કોન્સ્ટેબલની નોકરી કરે છે. જાગૃત નાગરિકે હિંમત અને સમયસુચકતા વાપરી એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ દાખલ કરી, પોલીસની મદદથી આવા લાંચ ખોર સરકારી કર્મચારીની સમયસર ધરપકડ કરવામાં આવી હતી.

