14 સેક્શન અધિકારીઓની બદલી અને 3 નાયબ સેક્શન અધિકારીઓની બઢતી સાથે બદલી, જુઓ લિસ્ટ
સચિવાલય સામાન્ય સંવર્ગ પર ફરજ બજાવતાં વર્ગ-2 ના 14 સેક્શન અધિકારી બદલી કરવામાં આવ

સચિવાલય સામાન્ય સંવર્ગ પર ફરજ બજાવતાં વર્ગ-2 ના 14 સેક્શન અધિકારી બદલી કરવામાં આવી છે અને વર્ગ-2ના 3 નાયબ સેક્શન અધિકારીઓને સેક્શન અધિકારી તરીકે બઢતી આપી તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે.
14 સેક્શન અધિકારીમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગૌણ સેવા પસંદગી મંડળ (નાણા વિભાગ), મહેસૂલ વિભાગ, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (આદિજાતિ વિકાસ વિભાગ), આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, કૃષિ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગનો સમાવેશ થાય છે.






