મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મોટા પાયે બદલી / વડોદરામાં 13 અને ખેડામાં 80 નાયબ મામલતદારોની બદલી

વડોદરા અને ખેડા જિલ્લામાં મોટા પાયે બદલીનાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે. વડોદરામાં સિનિયર ધ

મોટા પાયે બદલી / વડોદરામાં 13 અને ખેડામાં 80 નાયબ મામલતદારોની બદલી

વડોદરા અને ખેડા જિલ્લામાં મોટા પાયે બદલીનાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે. વડોદરામાં સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલના આક્ષેપો બાદ  13 અને ખેડામાં ચૂંટણીલક્ષી કામગીરી પુરી થતાં 80 નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે. 

વડોદરા કલેક્ટર કચેરીઓમાં ભ્રષ્ટાચારના આક્ષેપના મામલે ભાજપના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલનાં સ્ફોટક આક્ષેપો બાદ કલેકટરે કાર્યવાહી કરતાં 13 નાયબ મમલતદારોની બદલી કરી છે, જેમાં કલેકટર અને આર.એ.સીના પી.એ પણ સામેલ છે. બિનખેતી અને જમીન સુધારણા વિભાગના પણ 4થી વધુ નાયબ મામલતદારની બદલી કરવામાં આવી છે. 

તો ખેડા જિલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરી પુરી થતાં 80 નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે. લોકસભા ચૂંટણીની કામગીરી માટે વધારાનું હંગામી મહેકમ છ માસ માટે મંજૂર કરાયુ હતું, હંગામી મહેકમ બંધ કરવાનું થતા 80 નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે. ચોમાસાને લઈને  હંગામી મહેકમ મંજૂર કરાતા 33 નાયબ મામલતદાર ડીઝાસ્ટર ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે જવાબદારી સોંપવામાં આવી છે,  તેમજ અન્યની જાહેરહિતમાં વહીવટી કારણોસર બદલી કરી અન્ય જગ્યાએ  નિમણુંક કરવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો