હાઈકોર્ટના નિર્દેશ બાદ ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી, નિયમોના ભંગ બદલ 2 લાખથી વધુ કેસ નોંધ્યા
હાઈકોર્ટના નિર્દેશ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ સફા

હાઈકોર્ટના નિર્દેશ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ સફાળી જાગી. સરકારી જગ્યા ઉપર ગેરકાયદે દબાણ મામલે કાર્યવાહીની સાથોસાથ ટ્રાફિક નિયમોના ભંગ બદલ કરી કડક કાર્યવાહી કરી 2 લાખથી વધુ કેસ નોંધ્યા.
હાઈકોર્ટના આદેશ બાદ ગેરકાયદે દબાણ દૂર કરાયા
ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ ટ્રાફિક પોલીસે રાજ્યમાં કાયદાનું સંચાલન તે માટે કડક કામગીરી કરવાની શરૂ કરી છે. જેમાં ટ્રાફિક પોલીસ વતી જોઇન્ટ કમિશનર ઓફ પોલીસે કોર્ટમાં માહિતી આપી હતી. જેમાં સરકારી જગ્યા ઉપર ગેરકાયદે દબાણ મામલે કરેલી કાર્યવાહીમાં મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં ગોમતીપુર પાસેના ચારતોળા કબ્રસ્તાનમાં 15000 સ્ક્વેર મીટરથી વધુ સરકારી જગ્યા રિકવર કરવામાં આવી.
20 દિવસમાં 2 લાખથી વધુ કેસ નોંધ્યા
તદ્દઉપરાંત 06.02.2025 થી 25.02.2025સુધી 20 દિવસમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ કરેલી કડક કાર્યવાહીના આંકડા પણ જોઇન્ટ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ચાલુ મહિનામાં જ ટ્રાફિક નિયમોના ભંગ બદલ 2 લાખથી વધુ કેસ નોંધાયા હતા. જેમાં
-રોંગ સાઈડ ડ્રાઇવિંગ 13004 કેસ
-હેલ્મેટ વિના 137507 કેસ
-ઓવરસ્પીડિંગ 5518 કેસ
-સીટ બેલ્ટ વિના ડ્રાઇવિંગ 4747 કેસ
-મોપેડ પર ત્રણ સવારી 2900 કેસ
-વાહન ચલાવતી વખતે ફોન પર વાત કરતા 1259 કેસ
-રિક્ષામાં ક્ષમતા કરતા કરતા વધુ સવારી 787 કેસ
-ગાડીમાં ડાર્ક ફિલ્મ 1043 કેસ
-અન્ય 43858 કેસ
બે વર્ષની તુલનામાં અકસ્માતોમાં 22%નો ઘટાડો
ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહીને કારણે છેલ્લા બે વર્ષની તુલનામાં ગત વર્ષના અકસ્માતોમાં 22.91%બનો ઘટાડો થયો હોવાનો ટ્રાફિક પોલીસે દાવો કર્યો છે. સાથે જ અમદાવાદ શહેરમાં 1,268 પોલીસ કર્મચારીઓને બોડી વોર્ન કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. કર્ણાવતી ક્લબથી વૈષ્ણોદેવી સર્કલ સુધી 90 પોલીસ કર્મચારીઓને કેમેરાથી સજ્જ કરાયા. આ ઉપરાંત SG Highway ઉપર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને 13 વાયરલેસ કોમ્યુનિકેશન ડિવાઇસ અપાયા. શહેરમાં ટ્રાફિક સમસ્યા ડ્યૂ કરવા 3046 કેમેરા સજ્જ કરાયા.





