વડોદરા ટ્રાફિક પોલીસની ધ્વનિ પ્રદૂષણ કરતાં વાહનો પર મોટી કાર્યવાહી, મોડીફાઇડ સાઇલેન્સરોનો કર્યો નાશ
વડોદરા શહેરમાં મોડીફિકેશન કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા વાહનોને ટ્રાફિક પ

વડોદરા શહેરમાં મોડીફિકેશન કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા વાહનોને ટ્રાફિક પોલીસ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો. આજે આવા વાહનોને ડિટેઇન કરી મોડીફાઇડ સાઇલેન્સર પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.
વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અવારનવાર ટ્રાફિક ડ્રાઈવ યોજીને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા વાહનોને ડીટેઈન કરીને વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જેમાં ઘણા ચાલકો પોતાના વાહનોમાં મોડીફાઇડ સાઇલેન્સર લગાવીને ધ્વનિ પ્રદૂષણ ફેલાવી નાગરિકોને હેરાન કરવામાં આવતા હોય છે.
તેવામાં ટ્રાફિક પોલીસ દ્વરા અત્યાર સુધીમાં ડિટેઇન કરેલા વાહનોના મોડીફાઇડ સાઇલેન્સરો પર બુલડોઝર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. શહેરના પશ્ચિમ ઝોનની ટ્રાફિક કચેરી બહાર પોલીસ અધિકારીઓની હાજરીમાં આશરે 74 જેટલા મોડીફાઇડ સાઇલેન્સરનો નામદાર કોર્ટમાંથી હુકમ મેળવ્યા બાદ નાશ કરવામાં આવ્યો હતો.






