ભરૂચના વેગરા ગામે ટ્રેક્ટર ચાલકનું ટ્રોલી નીચે ચગદાઈ જતા મોત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા થયો અકસ્માત
ગુજરાતના ભરૂચના વેગરા ગામમાં ટ્રેક્ટર ચાલક યુવાને સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમા

ગુજરાતના ભરૂચના વેગરા ગામમાં ટ્રેક્ટર ચાલક યુવાને સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રેક્ટર પલ્ટાઈ ગયું હતું. ટ્રેક્ટર પલ્ટી જતા યુવક તેની નીચે દટાઈ ગયો હતો.
મૃતક યુવાનની ઓળખ ઇશ્વર રાઠોડ તરીકે થઈ
યુવાનનું દુર્ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. દુર્ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળ પર લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને પણ કરવામાં આવી હતી. મૃતક યુવાનની ઓળખ ઇશ્વર રાઠોડ તરીકે થઈ છે.
ટ્રેક્ટર પલ્ટાતા યુવાનનો થયું મોત
બીજી તરફ ક્રેઇન બોલાવી ટ્રેક્ટર ટ્રેલરને ઉભુ કર્યું હતું. ટ્રેક્ટર નીચે દબાયેલા યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. વાગરા પોલીસે અકસ્માત સંદર્ભે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






