મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: ભૂકંપની સૌથી મોટી અસર ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝ પર, પર્યટકો થાઈલેન્ડ જવા માટે 100 વખત કરી રહ્યા છે વિચાર

મ્યાનમારમાં આવેલા ભૂકંપના આચકાનો અનુભવ થાઈલેન્ડ સુધી થયો હતો.આ ભૂકંપની સૌથી મોટી અસર ટુરિઝમ ઇન્ડસ્ટ

અમદાવાદ: ભૂકંપની સૌથી મોટી અસર ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝ પર, પર્યટકો થાઈલેન્ડ જવા માટે 100 વખત કરી રહ્યા છે વિચાર

મ્યાનમારમાં આવેલા ભૂકંપના આચકાનો અનુભવ થાઈલેન્ડ સુધી થયો હતો.આ ભૂકંપની સૌથી મોટી અસર ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝ પર જોવા મળી છે. સૌથી વધારે લોકો બેંકકોક અને પટાયા પર્યટકો વેકેશનમાં ફરવા જતા હોય છે, પરંતુ ભૂકંપના કારણે પ્રવાસીઓ હવે બેંગકોક, થાઈલેન્ડ જવાનું ટાળી રહ્યા છે.

આફતોની સીધી અસર પડે છે હવાઈ ઉડાન અને મુસાફરી પર 

કારણકે ભૂકંપ જેવી આફતોની સીધી અસર હવાઈ ઉડાન અને મુસાફરી ઉપર પડે છે. બેંક ઓફ પટાયા જવાની ઇન્કવાયરીમાં પણ ઘટાડો નોંધાયો છે. થાઈલેન્ડ દક્ષિણ પૂર્વ એશિયાનું મુખ્ય ટ્રાન્સપોર્ટ હબ છે જ્યાં પર્યટકોની સાથે ઉદ્યોગપતિની સંખ્યા રોજની હજારો આવતી હોય છે. જ્યારે રોજની બે હજારથી વધુ ફ્લાઇટ્સ બેંગકોકના એરપોર્ટ પર લેન્ડ થતી હોય છે.ભૂકંપને કારણે પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ હતી.પરંતુ હવે પરિસ્થિતિ નોર્મલ થઈ રહી છે.

એક ટ્રાવેલર્સમાં ૬૦૦ થી ૭૦૦ પેકેજો બુક થઈ ચૂક્યા

ટૂર ઓપરેટરોના જણાવ્યા મુજબ હવે ભૂકંપના કારણે જે લોકો હવે થાઇલેન્ડ બેંગકોક જવાનો પ્લાનિંગ કરી રહ્યા હતા તે ૧૦૦ વાર વિચારી રહ્યા છે. એક ટ્રાવેલર્સમાંથી સિંગાપુર, મલેશિયા, બેંગકોક, થાઇલેન્ડ, પટાયા અને ફુકેટ માં અંદાજે દર વર્ષે ૩ થી ૪ હજાર પ્રયતકો જતા હોય છે..જેમાં સૌથી વધારે ટ્રાફિક વેકેશનના સમયમાં હોય છે. ભૂકંપ પહેલા એક ટ્રાવેલર્સમાં ૬૦૦ થી ૭૦૦ પેકેજો બુક થઈ ચૂક્યા હતા પરંતુ ભૂકંપની પરિસ્થિતિ બાદ હવે નવા બુકિંગ આવશે કે કેમ તે અંગે મોટો પ્રશ્ન છે.

આ સમાચાર શેર કરો