AHMEDABAD NEWS: એરપોર્ટ પર દુબઈથી મોજામાં છુપાવીને સોનું લાવનારો પ્રવાસી ઝડપાયો
સોનાના વધતાં જતાં ભાવોના કારણે સોનાની દાણચોરી વધી રહી છે. છેલ્લાં કેટલાંક દ

સોનાના વધતાં જતાં ભાવોના કારણે સોનાની દાણચોરી વધી રહી છે. છેલ્લાં કેટલાંક દિવસોમાં જોવા જઇએ તો અવારનવાર કસ્ટમ્સ વિભાગ દ્વારા એકલ-દોકલ મુસાફરો પાસેથી સોનાની ચીજવસ્તુઓ પકડી પાડી છે. અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે AIU અધિકારીઓએ 09.08.2025 ના રોજ ફ્લાઇટ નંબર SG 16 દ્વારા દુબઈથી અમદાવાદ આવતા એક પુરુષને અટકાવ્યો.
એરપોર્ટ અધિકારીઓ દ્વારા પ્રવાસીની તપાસ કરતાં મોજાંની અંદર છુપાયેલ 750.700 ગ્રામ સોનાના લગડીઓ (6 સોનાના TT બાર અને 24 કેરેટ શુદ્ધતાના કટ સોનાના 3 ટુકડા) મળી આવ્યા. આ સોનાના વાસણોની કુલ બજાર કિંમત રૂ. 78,29,801 છે, કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ જપ્ત કરવામાં આવ્યા છે. મુસાફરની કસ્ટમ્સ એક્ટની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.




