મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujarat Day 2025 : આજે ગુજરાત સ્થાપના દિવસ, જાણો ઈતિહાસ અને મહત્વ

આજે 1 મે એ ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે અને તે સાથે જ સૌરાષ્ટ્ર મુંબઈથી અલગ પડીને ગુજરાતમ

Gujarat Day 2025 : આજે ગુજરાત સ્થાપના દિવસ, જાણો ઈતિહાસ અને મહત્વ

આજે 1 મે એ ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે અને તે સાથે જ સૌરાષ્ટ્ર મુંબઈથી અલગ પડીને ગુજરાતમાં વિલીનીકરણ થયાનો પણ દિવસ છે. ઈ.સ. 1947માં ભારત  આઝાદ થયા બાદ  સરદાર પટેલે ત્યારે 222  નાના-મોટા રજવાડાઓમાં વહેંચાયેલા સૌરાષ્ટ્રને ભારતમાં ભેળવ્યા હતા જેમાંથી આ રાજ્ય બન્યું હતું. 

 ઉત્તરમાં ગુજરાતી ભાષા બોલતા લોકો અને દક્ષિણમાં મરાઠી ભાષા બોલતા

 વર્ષ 1956માં મુંબઇ રાજ્યોનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તેમજ મધ્યપ્રદેશના કેટલાંક વિસ્તારો ઉમેરવામાં આવ્યા અને તેને ‘બૃહદ મુંબઇ રાજ્ય’ નામ આપવામાં આવ્યું. આ નવા રાજ્યમાં ઉત્તરમાં ગુજરાતી ભાષા બોલતા લોકો અને દક્ષિણમાં મરાઠી ભાષા બોલતા નાગરિકો રહેતા હતા.નવેમ્બર- 1956માં મુંબઈ રાજ્યની રચના થતા સૌરાષ્ટ્ર સહિત ગુજરાત મુંબઈ રાજ્યમાં જોડાયું હતું જે તા. 1 મે 1960ના દિવસે ગુજરાત રાજ્યની સ્થાપના સાથે સૌરાષ્ટ્રનું તેમાં વિલીનીકરણ થયું હતું. આજે 11 જિલ્લાઓ ધરાવતો સૌરાષ્ટ્ર એક અલગ પ્રદેશ તરીકે ઓળખાતો રહ્યો છે. 

1 મે ​​1960ના રોજ ગુજરાત અલગ રાજ્ય બન્યું 

 ભારતને 1947માં આઝાદી મળી હતી, ત્યારબાદ ગુજરાતી ભાષા બોલતા માટે નવા રાજ્યની ચળવળ શરૂ થઈ હતી. આ ચળવળ 1955-56માં વધુ ઉગ્ર બની હતી. ત્યારબાદ મહાગુજરાત આંદોલન શરૂ થયું હતું.  મહાગુજરાત આંદોલન તે સમયે બહુ ચર્ચામાં આવ્યું હતું. અલગ રાજ્યની માંગ કરવામાં આવી છે.

મહાગુજરાત આંદોલનનો શ્રેય ઈન્દુલાલ યાજ્ઞિકને

ત્યાર બાદ 1લી મે ​​1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. આ સાથે જ દેશના નકશા પર મહારાષ્ટ્ર નામનું નવનું રાજ્ય પણ અસ્તિત્વમાં આવ્યું હતું. મહાગુજરાત આંદોલનનો શ્રેય ઈન્દુલાલ યાજ્ઞિકને આપવામાં આવે છે. તે સમયે તેમને લોકો ઈન્દુ ચાચા તરીકે પણ ઓળખતા હતા.

ગુજરાતે ભારતના આર્થિક વિકાસમાં ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો

સમગ્ર ભારતના ઇતિહાસમાં ગુજરાતે ભારતના આર્થિક વિકાસમાં ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો છે.ગુજરાત ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે અને તેનો ઔદ્યોગિક વિકાસ દર સમગ્ર ભારતમાં સૌથી વધારે છે અને ભારતના સરેરાશ વિકાસદર કરતાંં પણ ઘણો વધારે છે. ગુજરાત રાજ્ય ભારતની કુલ GDPમાં 8.2 ટકા ફાળો રહ્યો છે. જ્યારે ભારતના ટોચના પાંચ અર્થતંત્ર ધરાવતા રાજ્યોમાં ગુજરાત સ્થાન ધરાવે છે.

ગુજરાતનાં મુખ્ય શહેરો

અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, આણંદ, નડીયાદ, પોરબંદર, જુનાગઢ, પાટણ, અમરેલી, ભુજ, ભરૂચ, નવસારી મહેસાણા સહિતનો સમાવેશ થાય છે. અમદાવાદ શહેર ગુજરાતનું સૌથી મોટું અને વિકસિત શહેર છે. અમદાવાદનો હેરિટેજ સિટીમાં પણ સમાવેશ થાય છે.

નર્મદા સૌથી મોટી નદી

નર્મદા નદી ગુજરાતની સૌથી મોટી નદી છે, તેના પછી તાપી અને સાબરમતી નદી કે જે ગુજરાતમાં લાંબો વિસ્તાર આવરી લે છે. જ્યારે સાબરમતી ગુજરાતની સૌથી લાંબી નદી છે. સરદાર સરોવર યોજના નર્મદા નદી પર બનાવામાં આવી છે. નર્મદા નદી કે જે ૧૩૧૨ કિમી લાંબી છે તે ભારત ના મધ્યમાંથી બે ભાગલા પાડે છે. નર્મદા, તાપી, મહી માત્ર આ ત્રણ નદીઓ ભારતમાં પૂર્વથી પશ્ચિમમાં વહે છે. અમદાવાદમાં  સાબરમતી નદી પર રીવરફ્રન્ટ બન્યું છે.

તહેવારો

ગુજરાતમાં સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક એમ ત્રણેય પાસાઓ ને આવરી લે તેવા તહેવારો ઉજવાય છે. ગુજરાતમાં ઉજવાતા મુખ્ય તહેવારોની યાદી નીચે મુજબ છે:

નવરાત્રી
દિવાળી
ધુળેટી
ઉત્તરાયણ
જન્માષ્ટમી
શિવરાત્રી

ગુજરાતીઓએ સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. ગુજરાતમાં મેળાઓ પણ પ્રખ્યાત છે. મળતા અહેવાલ પ્રમાણે વર્ષ દરમિયાન રાજ્યમાં ૩૫૦૦ જેટલા મેળા અને તહેવારો ઉજવવામાં આવે છે.

આ સમાચાર શેર કરો