મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વીમો પકવવા માટે દફનાવેલી લાશ લાવી કારમાં સળગાવી પછી પોતાના જ મોતનું રચ્યું ષડયંત્ર, આ રીતે ખુલ્યો ભેદ

ગુનેગારોમાં હિન્દી સસ્પેન્સ ફિલ્મની કથાની અસર કેવી થાય છે તેનો કિસ્સો બનાસકાંઠામાં વડગ

વીમો પકવવા માટે દફનાવેલી લાશ લાવી કારમાં સળગાવી પછી પોતાના જ મોતનું રચ્યું ષડયંત્ર, આ રીતે ખુલ્યો ભેદ

ગુનેગારોમાં હિન્દી સસ્પેન્સ ફિલ્મની કથાની અસર કેવી થાય છે તેનો કિસ્સો બનાસકાંઠામાં વડગામના ધનપુરામાં સામે આવ્યો છે. માસ્ટર માઇન્ડ દલપતસિંહ નામના વ્યક્તિએ પોતાના જ મોતનું ષડયંત્ર રચ્યું હતું. 

કરોડોનું દેવું થઇ જતા રચ્યું પોતાના જ મોતનું ષડયંત્ર

દલપતસિંહ પર કરોડોનું દેવું થઇ ગયું હતું અને દલપતસિંહે આ દેવામાંથી મુક્ત થવા 1 કરોડનો વિમો લીધો હતો.
જોકે વીમો ત્યારે જ મળે કે જ્યારે દલપતસિંહનું મોત થાય. જેથી દલપતસિંહ અને તેના મિત્રોએ દફનાવેલી ચાર માસ અગાઉ મૃત્યુ પામેલા એક વ્યક્તિની લાશ લાવી હતી અને તેને કારમાં મુકીને સળગાવી દીધી હતી અને તે બાદ આ લાશ દલપતસિંહ પરમારની છે અને દલપતસિંહ અકસ્માતે કારમાં સળગી મૃત્યુ પામ્યા છે તેવો દાવો કર્યો હતો. 

પોલીસે સમગ્ર કેસનો ભાંડો ફોડ્યો

પોલીસ તપાસમાં સાબિત થયું હતું કે, જે વ્યક્તિની કારમાંથી લાશ મળી છે તે વ્યક્તિને આરોપીઓએ કબરમાંથી ખોદી લાવી સળગાવી હતી અને તે બાદ દલપતસિંહ અને તેના તમામ મિત્રો ભાગી છૂટ્યા હતા. જેમાં દલપતસિંહના ભાઇએ લાશને પોતાના ભાઇની લાશ હોવાનું ઓળખી બતાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, આ તમામ મામલામાં પોલીસે તપાસના અંતે સમગ્ર કેસનો ભાંડો ફોડ્યો હતો જેમાં ત્રણ આરોપીઓ પકડાયા છે અને માસ્ટર માઇન્ડ દલપતસિંહ પરમારની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો: રાજકોટ : ગોંડલમાં પોતાનો વીમો પકવવા યુવકે મિત્રની હત્યા કરીને મૃતદેહ સળગાવ્યો

 કારમાં પોલીસને સળગેલી લાશ મળી હતી

વડગામના ધનપુરા ધાણધા ગામમાં શુક્રવારે પોલીસને એક સળગેલી કાર મળી આવી હતી. આ કારમાં ભડથું હાલતમાં એક વ્યક્તિની લાશ પણ હતી જે મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી અને કારમાં ડ્રાઇવર સીટ પર બેઠેલી વ્યક્તિનું સળગી જવાથી મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે કંકાલ બની ગયેલા હાડકાના અવશેષોનો FSL અને DNA રિપોર્ટ તપાસ માટે મોકલ્યો હતો. જોકે ક્રાઇમ સ્પોટ ઉપરની થીયરી જોતા પોલીસે આ મામલો કોઇ મોટા ષડયંત્ર હોવાનું માની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી જેમાં તપાસ દરમિયાન પોલીસને મહત્ત્વના પુરાવા મળ્યા હતા.

આ પુરાવામાં સાબિત થયું હતું કે ચાર માસ અગાઉ મરી ગયેલા વ્યક્તિની લાશ લાવી સળગાવી મુખ્ય આરોપી દલપતસિંહ પરમાર દ્વરા એક કરોડનો વીમો મેળવવા મોતનું તરકટ રચ્યું હતું અને તે રીતે દેવામાંથી મુક્તિ મેળવવા આ અપરાધ કર્યો હતો.

આ સમાચાર શેર કરો