મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટ-અમદાવાદ હાઇવે પર જતી 20થી વધુ કારોના ટાયરો ફાટ્યા, જાણો શું છે કારણ

રાજ્યમાં બે દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરી રહ્યા છે, ભારે વરસાદને કારણે કેટલાક

VIDEO: રાજકોટ-અમદાવાદ હાઇવે પર જતી 20થી વધુ કારોના ટાયરો ફાટ્યા, જાણો શું છે કારણ

રાજ્યમાં બે દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરી રહ્યા છે, ભારે વરસાદને કારણે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદથી માર્ગો ધોવાયા છે.  રાજકોટ અમદાવાદ હાઈવે પરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

20 જેટલી કારમાં ટાયરો ફાટવાનાં બનાવો બન્યા

મળતા અહેવાલ પ્રમાણે રાજકોટથી અમદાવાદ હાઇવે પર જતા મુસાફરોએ સર્તક રહેવાની જરૂર છે.કારણ કે રાજકોટ અમદાવાદ હાઈવે નજીક મોટી દુર્ઘટના ટળી છે.પુલ પર મસમોટા ખાડાનાં કારણે અંદાજે 20 જેટલી કારમાં ટાયરો ફાટવાના બનાવો બન્યા છે.

રાજકોટના કારચાલકો દ્વારા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો

જોકે સવાલ અહીં એ છે કે ગોધરાને કારણે જો કોઈ મોટી જાનહાની સર્જાઈ હોય તો તેના માટે જવાબદાર કોણ હોત ?રાજકોટના કારચાલકો દ્વારા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો . સિક્સલેનનું કામ પૂર્ણ નથી થયું ત્યાં હાઈવે પર બનેલા બ્રિજને ગુણવત્તાને લઈને સવાલ ઉઠી રહ્યા છે.

આ સમાચાર શેર કરો