મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતની યુવતીએ બ્લેકમેલિંથી કંટાળી આપઘાતનો કર્યો પ્રયાસ, મુખ્ય આરોપી આ રીતે UPથી ઝડપાયો  

સુરતના મોટા વરાછામાં ચાર મિત્રોએ યુવતીને બ્લેકમેઈલ કરી હતી. જેમાં 20.50 લાખ રૂપિયા

સુરતની યુવતીએ બ્લેકમેલિંથી કંટાળી આપઘાતનો કર્યો પ્રયાસ, મુખ્ય આરોપી આ રીતે UPથી ઝડપાયો  

સુરતના મોટા વરાછામાં ચાર મિત્રોએ યુવતીને બ્લેકમેઈલ કરી હતી. જેમાં 20.50 લાખ રૂપિયા પડાવી લેવાની ઘટનામાં પોલીસે મુખ્ય આરોપીને ઉતરપ્રદેશના લખનઉથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉત્રાણ પોલીસ મથકમાં તારીખ 15 નવેમ્બર 2024ના રોજ એક બ્લેકમેઈલીંગ અને પોક્સોનો ગુનો નોંધાયેલો હતો. જેમાં જણાવ્યા મુજબ , મૂળ અમરેલીના વતની અને સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા એકાઉન્ટન્ટની 18 વષીય પુત્રી આઈટીમાં અભ્યાસ કરે છે. એક વર્ષ અગાઉ તેની મિત્રતા તુષાર ગજેરા સાથે થઈ હતી. બાદમાં તેની મારફતે તે અનિકેત ઉર્ફે બાવો, સાજન ભરવાડ અને સંદીપ ઉર્ફે કાનો રસીકભાઈ વરસાણીની પણ મિત્ર બની હતી.

આ પણ વાંચોઃસુરતની હીરા ફેક્ટરીના 15 હજાર કર્મચારીઓના ભાવિ અધ્ધરતાલ, માલિક 5 મહિનાથી કોમામાં જતા નિર્ણય

આ રીતે બનાવતો શિકાર

સમગ્ર પ્રકરણનો મુખ્ય સૂત્રધાર સંદીપ હોવાની પોલીસને આશંકા હતી જેથી તેની ધરપકડ કરવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી ત્યારે પોલીસે બાતમીના આધારે આરોપીને ઉતરપ્રદેશના લખનઉથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ તુષાર ગજેરાની પોલીસે ધરપકડ કરી છે. તુષાર ગજેરા હાલ જેલની હવા ખાઇ રહ્યો છે. આ ગેંગ નો કોઈ અન્ય યુવતીઓ શિકાર બની છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન

આરોપી સંદીપ ઉર્ફે કાનો રસિકભાઈ વરસાણીની મોડસ ઓપરેન્ડી વિષે પોલીસે જણાવ્યું હતું કે, આરોપી ભાડાની કાર અને બાઈક લઇ કોલેજ અને યુનિવર્સીટી કેમ્પસમાં ફેરવતો અને યુવતીઓને આકર્ષિત કરી તેની સાથે મિત્રતા કરતો હતો. બાદમાં યુવતીઓ સાથે ફરવા જઈ ત્યાં અંગત ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી પેસા પડાવતો હતો. હાલ પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.

ફાટો વાયરલ કરવાની ધમકી

તમામ મિત્રો સાથે ફરવા જતા હતા.તેઓ મોટા વરાછા પનવેલ પોઇન્ટ ખાતે હોટલમાં અને કામરેજ સેવણી ગામ ખાતે ફાર્મ હાઉસમાં ગયા હતા ત્યારે ત્યાં ફોટા પાડયા હતા. થોડા સમય બાદ અનિકેત ઉર્ફે બાવો, સાજન ભરવાડ અને તુષાર ગજેરાએ તે ફોટા આપત્તીજનક છે અમે વાયરલ કરી દઈશું તેમ કહી તેની પાસે પૈસાની માંગણી શરૂ કરી હતી. યુવતીએ આ અંગે માનેલા ભાઈ સંદીપ વરસાણીને વાત કરતા તેણે ત્રણેય મિત્રો સાથે વાત કરી યુવતીને કહ્યું હતું કે રૂપિયા આપશે તો તેઓ ફોટા વાયરલ નહીં કરે.

ટુકડે ટુકડે પૈસા પડાવ્યા

યુવતીએ પોતાના ઘરમાંથી ટુકડે ટુકડે તેમને પૈસા આપવાનું શરૂ કર્યુ હતું.તે પૈસા સંદીપને આપતી હતી અને સંદીપ યુવતીએ આપેલા પૈસા આપી દીધાનું કહેતો હતો. આ રીતે યુવતીએ ટુકડે ટુકડે એક વર્ષમાં રોકડા રૂ.20.50 લાખ તેને આપ્યા હતા. એટલું જ નહીં પોતાના ઘરમાંથી રૂ.1 લાખની કિંમતની હીરાજડીત બુટ્ટી પણ આપી હતી. જો કે, યુવતીએ રૂ.5 લાખ લોકરમાંથી ઉપાડતા તેનો મેસેજ તેના પિતાને આવ્યો હતો.આથી તેમણે યુવતીને પૂછ્યું હતું. પરંતુ તે સમયે તેણે કોઈ ખુલાસો કર્યો નહોતો. 

આપઘાતનો પ્રયાસ

થોડા સમય બાદ યુવતીએ ઘરે ફિનાઈલ પી ને આપઘાતનો પ્રયાસ કરતા ઉત્રાણ પોલીસને જાણ થઈ હતી. ઉત્રાણ પોલીસે યુવતીની પુછપરછ કરતા સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું. ઉત્રાણ પોલીસે યુવતીના પિતાની ફરિયાદના આધારે સંદીપ રસીકભાઈ વરસાણી, તુષાર ગજેરા, સાજન ભરવાડ અને અનિકેત ઉર્ફે બાવો વિરુદ્ધ બળજબરીથી પૈસા પડાવવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો