મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કિર્તી પટેલ ફરી એકવાર કાયદાના સકંજામાં, છુપા કેમેરાથી બિલ્ડરની અંગત પળોના ફોટા પાડ્યા અને પછી...

ટીકટોકથી સોશિયલ મીડિયામાં વિવાદીત બનેલી કિર્તી પટેલ ફરી એકવાર કાયદાના સકંજામાં ફસાઈ છે. આ વખતે

કિર્તી પટેલ ફરી એકવાર કાયદાના સકંજામાં, છુપા કેમેરાથી બિલ્ડરની અંગત પળોના ફોટા પાડ્યા અને પછી...

ટીકટોકથી સોશિયલ મીડિયામાં વિવાદીત બનેલી કિર્તી પટેલ ફરી એકવાર કાયદાના સકંજામાં ફસાઈ છે. આ વખતે મુખ્ય આરોપી તથા અન્ય યુવતીઓ સાથે મળીને બિલ્ડરને ફસાવ્યો હતો. ફાર્મ હાઉસમાં લઈ જઈને રંગરેલિયા મનાવ્યાં હતાં. દારૂ સહિતના યુવતીઓ સાથેના બિલ્ડરના ફોટો પાડી લીધા હતાં. બાદમાં વિજયના જૂના કેસમાં સમાધાન સહિત બિલ્ડર પાસેથી બે કરોડની માગ કરવામાં આવી હતી. જેથી હાલ પોલીસે ખંડણી સહિતના ગુનો નોંધી કિર્તી પટેલના સાગરિત અને મુખ્ય આરોપીને ઝડપી લીધો છે. સાથે જ કિર્તી પટેલ સહિતના આરોપીઓને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

પ્લોટની તકરારમાં કાવત્રું

એસીપી વિપુલ પટેલએ કહ્યું કે, બિલ્ડરે ફરિયાદ નોંધાવી હતી. વિજય મનજી સવાણી સાથે પ્લોટ બાબતે તકરાર ચાલતી હતી. વિજય સવાણી સામે અગાઉ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે. કોર્ટમાં કેસ ચાલી રહ્યાં છે. ત્યારે વિજય મળતિયા સાથે દબાણ લાવવા પ્રયત્ન કરતો હતો. ઝાકીર અને કીર્તિ પટેલ સાથે મળીને ફરિયાદીને બોલાવી તેનો વીડિયો ઉતારી ધમકી આપી હતી. સાથે જ ફોટો અને વીડિયોના બદલે બે કરોડની માગ કરવામાં આવી હતી. પોલીસે હાલ વિજય મનજી સવાણીની ધરપકડ કરી છે.

બે કરોડ માટે કર્યુ દબાણ

વિજય સવાણીએ ઝાકીર, કીર્તિ પટેલ, મનીષા ગોસ્વામી સહિતના લોકો સાથે મેળાપીપણું રચ્યું હતું. ફરિયાદીને બાદમાં સિલ્વર ફાર્મ હાઉસ ખાતે બોલાવી દારૂ પીવડાવ્યો હતો. બાદમાં ફોટો-વીડિયો છુપા કેમેરાથી બનાવી લેવામાં આવ્યાં હતાં. બાદમાં સમાધાન કરી લેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. સાથે જ બે કરોડ રૂપિયા માટે દબાણ કરવામાં આવતું હતું. જેથી કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો