સુરત પાલિકાને નુકસાન પહોંચાડવાનું કોન્ટ્રાક્ટરોનું કૌભાંડ, BRTS બસમાં મુસાફરોને અપાતી નહોતી ટિકિટ
વાડ જ ચીભડા ગળતી હોય તેવો ઘાટ સરકારમાં ચાલી રહ્યાનું સામે આવી રહ્યું છે. સુરતમાં કોન્ટ્રાકટરો દ્વારા જ પાલિકાને નુકસાન

વાડ જ ચીભડા ગળતી હોય તેવો ઘાટ સરકારમાં ચાલી રહ્યાનું સામે આવી રહ્યું છે. સુરતમાં કોન્ટ્રાકટરો દ્વારા જ પાલિકાને નુકસાન પહોંચાડતા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. શહેરમાં ચાલતી BRTS બસમાં જ મુસાફરોને ટિકિટ આપવામાં ન આવતી નહોતી. ટ્રાન્સપોર્ટેશન ચેરમેન દ્વારા વિજિલન્સની ટીમને સાથે રાખી બસમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું.
60 ટિકિટ નહોતી અપાઈ
સુકાની એજન્સી દ્વારા મેસેજ પાસ કરતા કૌભાંડ બહાર આવ્યું હતું. મેસેજ પાસ કરનાર અજેન્સીને બેલ્ક લિસ્ટ કરવા આદેશ કરાયો છે. વિજિલિન્સની ટીમ દ્વારા લોકેશન બદલી પીયુષ પોઇન્ટ પર ચેકીંગ કરવામાં આવ્યું હતું. પાંડેસરા રૂટ ન. 205 બસમાં આકાર એજેન્સીના કન્ડક્ટર દ્વારા 60 પેસેન્જરને ટિકિટ નહિ આપેલ હોવાનું સામે આવ્યું હતું.
બ્લેક લિસ્ટ કરાશે
ટ્રાન્સપોર્ટેશન ચેરમેન સોમનાથ મરાઠે અને વિજિલન્સની ટીમ દ્વારા ફાઈન આપી બ્લેક લિસ્ટ કરવામાં આવ્યું હતું. મેસેજ વાયરલ કરનાર મેનેજરને પણ બ્લેક લિસ્ટ કરવા આદેશ આપવામાં આવ્યો છે. હજુ કોણે કોણે મેસેજ આપીને SMC ને નુકશાન કરનાર પોલીસ કેસ કરી તમામ ગ્રુપ મેસેજ ચેક કરી આગળ કાર્યવાહી કરવામાં આવશે.








