મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતની સિટી બસમાં ચાલતા ટિકિટ કૌભાંડનો ફરી પર્દાફાશ, 'લાચાર' SMC ટ્રાન્સપોર્ટ ચેરમેને કહ્યું કમિશનરને રજૂઆત કરીશ

વિવાદના પર્યાય સમા સિટીલિંક બસ સર્વિસ ફરી એક વખત ચર્ચામાં આવી છે. ભૂતકાળમાં અનેકવાર

સુરતની સિટી બસમાં ચાલતા ટિકિટ કૌભાંડનો ફરી પર્દાફાશ, 'લાચાર' SMC ટ્રાન્સપોર્ટ ચેરમેને કહ્યું કમિશનરને રજૂઆત કરીશ

વિવાદના પર્યાય સમા સિટીલિંક બસ સર્વિસ ફરી એક વખત ચર્ચામાં આવી છે. ભૂતકાળમાં અનેકવાર જોવા અને જાણવા મળ્યું છે કે સિટીલિંકનો સ્ટાફ મુસાફરો પાસેથી પૈસા લઈને ટિકિટ આપતો નથી. ત્યારે આપના વિપક્ષના નેતા સહિતના કોર્પોરેટર્સે બસમાં મુસાફરી કરીને પોલ ખોલી નાખી હતી. ત્યારે આ અંગે પાલિકાના ટ્રાન્સપોર્ટ ચેરમેન જાણે કે લાચારીની મુદ્રામાં આવી ગયા હોય તેમ કહ્યું કે, હું આ બાબતે પાલિકા કમિશનરને રજૂઆત કરીશ.

આ પણ વાંચોઃસુરતમાં કિન્નરના 13 વર્ષના પ્રેમનો કરુણ અંજામ, રોજના વાપરવા હજાર આપતી છતાં યુવકે કરી હત્યા

આ રીતે કરાયું સ્ટીંગ

પુણાગામ થી અમેઝીયા સુધી મુસાફરી કરી જેમાં H351 નંબરની ગાડી માં ગેરરીતી સામે આવી હતી. જેમાં કંડક્ટર ટિકિટ નોહ્તો આપતો અને પૈસા પડાવી લેતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ અંગે પૂછપરછ કરતા, મુસાફરોએ જણાવ્યું હતું કે આ તો રોજનું છે. ટિકિટના દસ ને બદલે અડધા એટલે કે પાંચ રૂપિયા લઈને વગર ટિકિટે મુસાફરી કરવા દેવામાં આવતી હતી. એટલું જ નહીં, શાળાએ જતા નાના બાળકો પાસેથી પણ રોજના દસ રૂપિયા લઈને ટિકિટ આપવામાં આવતી નોહતી. આ બાબતે કારણ પૂછવા પર જવાબ મળતો કે મશીન બગડેલું છે અથવા અન્ય કોઈ પ્રોબ્લેમ છે. 

ટ્રાન્સપોર્ટ ચેરમેને કહ્યું ત્રાસી ગયા

સુરતમાં સિટી બસમાં ટિકિટ કૌભાંડ મામલે SMC ટ્રાન્સપોર્ટ ચેરમેન દ્વારા કાર્યવાહી કરવાની ફરી વાત કરતાં કહ્યું કે,અમે એજન્સીથી ત્રાહિમામ થયા છીએ. આકાર નામની એજન્સી મનમાની કરી રહી છે. ગયા મહિને બસ એજન્સીને 92 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ડ્રાઈવર અને કંડકટર કોઈ પણ ગુનામાં પકડાય તો બ્લેકલિસ્ટ કરવામાં આવે છે. છેલ્લા એક વર્ષમાં 500 કંડકટર અને 250 જેટલા ડ્રાઈવર ને બ્લેકલિસ્ટ કર્યા હતા. જયારે બસ એજન્સી ને કોન્ટ્રાકટ આપ્યો તે એક મોટો સવાલ છે. એજન્સી SMC પર હાવી થઈ રહી છે. હું આ બાબતે હું પાલિકા કમિશનરને રજૂઆત કરીશ.

શોષણ થઈ રહ્યું છે- આપ

આ મુદ્દે ટ્રાન્સપોર્ટ કમિટી સભ્ય અને 'આપ' કોર્પોરેટર શોભનાબેન કેવડિયાએ જણાવ્યું હતું કે, મૂળ તો એજન્સીઓ જ લાલિયાવાડી ચલાવે છે. જો ડ્રાઇવર - કંડક્ટરોને પૂરતો અને સમયસર પગાર ચૂકવે તો આવી ઘાલમેલ કરવાની નોબત ના આવે. એજન્સીઓ ડ્રાઇવર  કંડક્ટરો નું શોષણ કરે છે એનું આ પરિણામ છે.

આ સમાચાર શેર કરો