ઉના: આધેડની હત્યાનું કોકડું ઉકેલાયું, પરિવારની ત્રણ મહિલા અને બે પુરુષોએ ઘડ્યો હતો કારસો
ગીર સોમનાથ જીલ્લાના ઉના તાલુકાનના વાસોજમાં એક આધેડની ઘરમાં હત્યા કરાયેલી હાતલમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ હ

ગીર સોમનાથ જીલ્લાના ઉના તાલુકાનના વાસોજમાં એક આધેડની ઘરમાં હત્યા કરાયેલી હાતલમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ હત્યાનું કોકડું પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી લીધું છે. પરિવારની ત્રણ મહિલા અને બે પુરુષોએજ હત્યાની ઘટનાનો અંજામ આપ્યો હતો.
મુળ કારણ પારીવારીક ઘરકંકાસ હોવાનું બહાર આવ્યું
આ હત્યા પાછળનું મુળ કારણ પારીવારીક ઘરકંકાસ હોવાનું બહાર આવ્યું છે પરિવારની ત્રણ મહિલા અને બે પુરુષોએ પ્લાનિંગ કરીને એકત્રિત થયા અને આધેડની હત્યા કરી નાખી હતી.
આધેડનું મોઢું દબાવીને તિક્ષ્ણ હથિયારના માર્યા ઘા
મળતા અહેવાલ પ્રમાણે પાંચ આરોપીઓએ એકઠા થઈ મૃતકના ઘરે ગયા ત્યાં આધેડનું મોઢું દબાવીને તિક્ષ્ણ હથિયારના ઉપરા ઉપરી ઘા મારીને કરપીણ હત્યા કરીને ફરાર થઈ ગયા હતા. જોકે પોલીસે તેમને દબોચીને જેલના હવાલે કર્યા હતા.






