સુરતથી 45 લાખની સાડીઓ લઈ નાસી ગયેલા ત્રણ ઝડપાયા, રજા પર ગયેલા પોલીસકર્મીએ આ રીતે નિભાવી ફરજ
સુરત ટેક્સટાઈલ નગરી તરીકે ઓળખાય છે. ત્યારે આ વ્યવસાયમાં છેતરપિંડીના બનાવોમાં સતત વધારો નોંધાઈ રહ્ય

સુરત ટેક્સટાઈલ નગરી તરીકે ઓળખાય છે. ત્યારે આ વ્યવસાયમાં છેતરપિંડીના બનાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે વરાછા વિસ્તારમાં સાડીઓ પર જોબ કરવાના નામે 45 લાખની સાડીઓ લઈને નાસી જનારા 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યાં છે. પોલીસકર્મી રજા પર ઉતર્યા હોવા છતાં આરોપીઓ તેમની આસપાસ હોવાની જાણ થતાં જ ફરજ નિભાવીને આરોપીને ઝડપી પાડ્યાં હતાં.
જોબવર્કના નામે છેતરપિંડી
વરાછા પોલીસે છેતરપિંડી કરનાર ત્રણ આરોપીને ઝડપી પાડ્યા હતાં. કાપડ માર્કેટમાંથી જોબ વર્ક કરવાના બહાને 45 લાખથી વધુની સાડી લઈ ત્રણેય આરોપીઓ નાસી છૂટ્યા હતા. જેથી પોલીસે બાતમીના આધારે એક આરોપીને સુરતથી અને બે આરોપીને ભાવનગર ખાતેથી ઝડપી પાડ્યા હતાં. જેથી સમગ્ર ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.
રજામાં નિભાવી ફરજ
આરોપીઓએ ગુનો આચર્યો એ દરમિયાન વરાછા પોલીસ મથકમાં ફરજ બજાવતા અને રજા પર ગયેલા પોલીસકર્મીએ બંનેને ભાવનગરથી ઝડપી પાડ્યા હતાં. વરાછા પોલીસ મથકના કોન્સ્ટેબલ વાલસૂર ભાઈએ રજા દરમ્યાન પણ ફરજ નિભાવી હતી. પોલીસે આરોપીને ઝડપી પાડી 38 લાખથી વધુની સાડીનો મુદ્દા માલ કબજે કર્યો હતો.








