Ahmedabad news: મારી માતા સચિવાલયમાં છે એટલે હાઉસિંગનું મકાન તરત મળશે, ત્રણ ઠગબાજોએ યુવાનને વિશ્વાસમાં લઈ 25 લાખ પડાવ્યા
ગુજરાતના છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, આ છેતરપિડી અમદાવાદન

ગુજરાતના છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, આ છેતરપિડી અમદાવાદના ગોતામાં વસતા યુવાન સાથે થઈ છે. મળતા અહેવાલ પ્રમાણે ગોતાના યુવાન પાસેથી 25.50 લઈને ત્રણ શખ્સોએ છેતરપિંડી આચરવાની ઘટના સામે આવી છે. આ પહેલા અમદાવાદમાંથી સરકારી આવસ મામલે પણ છેતરપિંડીની અહેવાલ સામે આવ્યા હતા.
ગોતાના યુવાન પાસે 25 લાખ લઈ શખ્સો ફરાર
જોકે ગોતાના યુવાન પાસેથી રૂપિયા લઈને આ ઠગબાજોએ ગુજરાત હાઉસીંગની બનાવટી રસીદ પણ આપી હતી. તમને મકાન ફાળવવામાં આવ્યું છે, તેમ કહીને યુવાનને વિશ્વાસમાં લઈને બનાવટી મકાન ફાળવણીના સર્ટિફીકેટ પણ આપ્યા હતા.
બનાવટી મકાન ફાળવણીના આપ્યા હતા સર્ટિફીકેટ
ઠગબાજોએ યુવાનને કહ્યું કે હાઉસિંગ બોર્ડના સરેન્ડર કરેલા મકાનો અમારી પાસે આવે છે તેમાંથી તમને મકાન મળી જશે તેની લાલચ પણ આપતા હતા. ઠગબાજોની ઓળખ પૂર્વ શાહ, વંદિત શાહ, વિશાંત શાહ તરીકે થઈ છે. આ શખ્સોમાંથી પૂર્વ નામના શખ્સે યુવાનને જણાવ્યું હતું મારી માતા સચિવાલયમાં નોકરી કરે છે.
સમય વિત્યા બાદ પણ મકાનની ફાળવણી નહોતી થઈ
જ્યારે ગોતાના યુવાનને જાણ થઈ કે ઘણો સમય વિતી ગયો છતાં મને મકાન નથી ફાળવ્યું અને સમગ્ર મામલે ખબર પડી કે છેતરપિંડી થઈ છે. ત્યારે આ મામલે યુવાને ત્રણેય ઠગબાજો વિરુદ્ધ EOW ( આર્થિક ગુના નિવારણ શાખા)માં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસે સમગ્ર મામલાની ગંભીરતા જોઈને આગળની તપાસ હાથ ધરી છે.






