સુરેન્દ્રનગરના ત્રણ તાલુકાઓ ડેન્ગ્યુગ્રસ્ત જાહેર, 63 શંકાસ્પદ કેસો વિવિધ હોસ્પિટલોમાં દાખલ
રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે, ત્યારે હાલ રાજ્યના વિવિધ શહેરોમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળ

રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે, ત્યારે હાલ રાજ્યના વિવિધ શહેરોમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરના ત્રણ તાલુકાઓમાં ડેન્ગ્યુનો કહેર વધ્યો છે. સુરેન્દ્રનગરના 3 તાલુકાઓને આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે.
થાન,વઢવાણ અને ચોટીલામાં સૌથી વધુ શંકાસ્પદ ડેન્ગ્યુના કેસો
સુરેન્દ્રનગરના ત્રણ તાલુકાઓ જેમાં થાન,વઢવાણ અને ચોટીલામાં સૌથી વધુ શંકાસ્પદ ડેન્ગ્યુના કેસો દાખલ થયા છે.ડેન્ગ્યુને લઈને 131 આરોગ્યની ટીમોને કામે લગાડવામાં આવી છે. તાલુકાઓમાં તંત્ર દ્વારા ફોગિંગની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
63 શંકાસ્પદ ડેન્ગ્યુના કેસો દાખલ કરવામાં આવ્યા
63 શંકાસ્પદ ડેન્ગ્યુના કેસો દાખલ કરવામાં આવ્યા છે, હાલ તેમની સારવાર ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ચોખ્ખા પાણીમાં ડેન્ગ્યુના મચ્છરો થાય છે. ઘરમાં પડેલા ટાયર અન્ય પાત્રોમાં વરસાદી પાણીનો ભરાવો દૂર કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.






