Botad news: ચાઈલ્ડ પોર્નોગ્રાફીનું કન્ટેન્ટ શેર કરનાર ત્રણ શકમંદોની અટકાયત, મોબાઇલ કરાયા જપ્ત
બોટાદ જિલ્લામાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીના વિડીયો ઈન્ટરનેટ પર અપલોડ કરી સોશિય

બોટાદ જિલ્લામાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીના વિડીયો ઈન્ટરનેટ પર અપલોડ કરી સોશિયલ મીડિયામાં શેર કરતા ત્રણ શકમંદ વ્યક્તિઓ ઝડપાયા છે. આ ત્રણેય વ્યક્તિઓના મોબાઈલ જપ્ત કરી CID ક્રાઇમ ગાંધીનગર ખાતે મોકલી દેવામાં આવ્યા છે.
દેશમાં પ્રતિબંધિત ચાઈલ્ડ પોર્નોગ્રાફીને ઇન્ટરનેટ પર અપલોડ કરી તેનું કન્ટેન્ટ શેર કરનાર ત્રણ શકમંદોને બોટાદ જિલ્લાની સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યા છે. પોર્ન વીડિયોથી સમાજમાં વિચલન પેદા કરતા વ્યક્તિઓની ઓળખ કરી તેઓના મોબાઇલ જપ્ત કરી CID ક્રાઇમ ગાંધીનગર ખાતે મોકલી દેવામાં આવ્યા છે. દેશમાં બાળકો અને સગીરોનું શારીરિક શોષણ થવાની ઘટનામાં વધારો થતા સરકારે આવા કન્ટેન્ટ અપલોડ તથા શેર કરવા પર પ્રતિબંધ મુક્યો હતો, જેથી આવું કૃત્ય કરનાર વ્યકિત સજાને પાત્ર છે.




