મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભુજથી કારમાં મુંબઈ જતા ત્રણ શખ્સો નકલી નોટો સાથે ઝડપાયા, LCBએ ગુનો નોંધી કાર્યવાહી કરી

ભુજથી કારમાં મુંબઈ જતા ત્રણ શખ્સો નકલી નોટો સાથે કચ્છની ક્રાઈમ બ્રાન્ચ

ભુજથી કારમાં મુંબઈ જતા ત્રણ શખ્સો નકલી નોટો સાથે ઝડપાયા, LCBએ ગુનો નોંધી કાર્યવાહી કરી

ભુજથી કારમાં મુંબઈ જતા ત્રણ શખ્સો નકલી નોટો સાથે કચ્છની ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભુજના અમનનગર ચોકડી પાસેથી દબોચી લીધા હતા. આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા ૭૨,૫૦૦ તેમજ ૧૫ હજારની કિંમતના ત્રણ મોબાઇલ અને પાંચ લાખની કાર અને ૫૦૦ના દરની ખોટી નોટના પાંચ બંડલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

 LCBની ટીમે દબોચ્યા

પશ્ચિમ કચ્છ LCBની ટીમને બાતમી મળી હતી. કે, રેલ્વે સ્ટેશનથી અમનનગર ચોકડી તરફ જતા રોડ પર એક વાદળી કલરની કારમાં ત્રણ આરોપીઓ નકલી નોટો સાથે મુંબઇ જવા નીકળ્યા છેે.

લાખોનો મુદ્દામાલ દબોચ્યો

LCBની ટીમને બાતમીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. કારમાં બેઠેલા અલસમ સુલતાન સમા (ઉ.વ.૨૨) રહે માધાપર સોનાપુરી, તથા ખાવડાના લુડીયા ગામના હમીદ સીધીક નોડે (ઉ.વ.૨૪), નવાઝ હાજી જલાલ નોડે (ઉ.વ.૨૩)ને ઝડપી પાડયા હતા. આરોપીઓ પાસેથી પાંચ લાખની કાર, અસલી ચલણના રૂપિયા ૭૨,૫૦૦ તેમજ ૧૫ હજારના ત્રણ મોબાઇલ અને ૫૦૦ના દરની નકલી નોટના પાંચ બંડલો સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો