મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ/ બોપલના વકીલ બ્રિજ પર અકસ્માતમાં ત્રણ લોકોના મોત, કારમાંથી દારૂનો જથ્થો મળ્યો

અમદાવાદમાં શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. બોપલના વકીલ સાહેબ બ્રિજ પર બે કાર વચ્ચે ભયં

અમદાવાદ/ બોપલના વકીલ બ્રિજ પર અકસ્માતમાં ત્રણ લોકોના મોત, કારમાંથી દારૂનો જથ્થો મળ્યો

અમદાવાદમાં શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. બોપલના વકીલ સાહેબ બ્રિજ પર બે કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ટક્કર એટલી ભયાનક હતી કે ફોર્ચ્યુનરનો કચ્ચરઘાણ વળી ગયો હતો. થાર કારમાં સવાર મનીષ ભગવતી પ્રસાદ ભટ્ટ અને ચાલક સંજય કાઠીનું મોત નીપજ્યું છે, આ બન્ને વિરમગામના રહેવાસી છે. ફોર્ચ્યુનર કાર ચાલક ઓમપ્રકાશનું પણ મોત નીપજ્યું છે.

 બોપલના વકીલ સાહેબ બ્રિજ પર બે કાર વચ્ચે ભયંકર અકસ્માત

છ વ્યક્તિઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. માહિતી અનુસાર અકસ્માતગ્રસ્ત એક કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી છે અને વધુ તપાસ હાથી ધરી છે. પોલીસે FSLની પણ મદદ લીધી છે. 

મૃતકોના નામ


1. અજીત કાઠી (થાર કાર ચાલક)
2. મનીષ ભટ્ટ (થાર કારમાં સવાર)
3. ઓમપ્રકાશ (ફોર્ચ્યુનર કાર ચાલક) 

 ફોર્ચ્યુનરનો કચ્ચરઘાણ વળી ગયો


દારૂ ભરેલી ફોર્ચ્યુનર શીલજથી પૂર ઝડપે આવી રહી હતી, તો બીજી તરફ બોપલથી આવી રહેલી થારે યુ ટર્ન લેતા બન્ને કાર વચ્ચે ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે ફોર્ચ્યુનરનો કચ્ચરઘાણ વળી ગયો હતો, અને થાર ઘટના સ્થળથી 50 ફૂર ફંગોળાઈ હતી. પ્રાથમિક અહેવાલ પ્રમાણે  200ની સ્પીડે ફોર્ચ્યુનર કાર ચાલક કાર ચલાવી રહ્યો હતો. હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

 થાર ચાલાક સંજય કાઠીનું મોત

અકસ્માતમાં થાર ચાલાક સંજય કાઠીનું મોત નિપજ્યું છે. અકસ્માત બાદ અમદાવાદ એમ ડિવિઝન ટ્રાફિકે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અકસ્માત પરોઢીયે 4 વાગ્યાની આસપાસ સર્જાયો હતો. અકસ્માત ભયાનક એટલો હતો કે મૃતદેહોને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાસ્થળ પર પોલીસ કાફલો પહોંચ્યો હતો.

આ સમાચાર શેર કરો