અમરેલી: હનુમાનપુરમાં બે સગા ભાઈ અને ભત્રીજાને વીજકરંટ લાગતા મોત, પરિવારમાં શોકનો માહોલ
ખાંભાના હનુમાનપુર ગામમાં એક અઘટિત ઘટના બની છે. જ્યાં એક જ પરિવારના ત્રણ લોકોને વીજકરંટ લગતા ઘટના

ખાંભાના હનુમાનપુર ગામમાં એક અઘટિત ઘટના બની છે. જ્યાં એક જ પરિવારના ત્રણ લોકોને વીજકરંટ લગતા ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા છે. આ બનાવના પગલે પરિવાર સહિત સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
ફરજ પરના હાજર તબીબે તમામને મૃત જાહેર કર્યા
પ્રાપ્ત માહિતી પ્રમાણે અમરેલી જિલ્લાના ખાંભાના હનુમાનપુર ગામમાં રવિવારે ત્રણ યુવકોના મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે. 108 મારફતે તમામને ખાંભા ખાતે આવેલ સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના હાજર તબીબે તમામને મૃત જાહેર કર્યા હતા.
મકાનનું કામ ચાલતું હોવાને કારણે રેતી વોશ કરી રહ્યા હતા. રેતી વોશિંગના મશીનમાં વીજ કરંટ લાગતા પથુભાઈ અને માનકુભાઈ બે સગાભાઈ અને તેમના ભત્રીજા ભવદીપ બોરીચાનું મોત નિપજ્યું છે. બીજી તરફ પોલીસે આ સમગ્ર ઘટના કઈ રીતે બની તે દિશામાં તપાસ હાથ ધરી છે.
મૃતકના નામ
પથુભાઈ જીલુભાઈ બોરીચા (ઉ.વ.32)
માનકુભાઈ જીલુભાઇ બોરીચા (ઉ.વ.30)
ભવદીપભાઈ બબાભાઈ બોરીચા (ઉ.વ.22)








