મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

આણંદ: માણેજમાં ડમ્પર ચાલકે બાળક સહિત ત્રણ લોકોને કચડ્યા, ઘટના સ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા

પેટલાદના માણેજ ગામમાં તારાપુર-ધર્મજ હાઈવે પર પુરપાટે જતાં ડમ્પર ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા હતા.

આણંદ: માણેજમાં ડમ્પર ચાલકે બાળક સહિત ત્રણ લોકોને કચડ્યા, ઘટના સ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા

પેટલાદના માણેજ ગામમાં તારાપુર-ધર્મજ હાઈવે પર પુરપાટે જતાં ડમ્પર ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા હતા. ત્રણેય લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. 

ઘટના સ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયું

પ્રાપ્ત માહિતી પ્રમાણે આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના માણેજ ગામમાં રવિવારે તારાપુર-ધર્મજ હાઈવે પર એક ડમ્પર ચાલકે 3 વ્યક્તિને ટક્કર મારી હતી. જેમાં એક બાળક સહિત ત્રણેય લોકોના ઘટના સ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા.

પોલીસે તપાસ હાથ ધરી

બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આગળની તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો