નવસારી: ચીખલીના ખૂંધમાં આલીપોર ગામના સરપંચ સહિત ત્રણ જુગાર રમતા ઝડપાયા, બે આરોપીઓ વોન્ટેડ
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખૂંધ ગામમાં જુગાર રમતા 4 શખ્સોને પોલીસે દબોચ્યા હતા. પ

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખૂંધ ગામમાં જુગાર રમતા 4 શખ્સોને પોલીસે દબોચ્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે ચીખલી તાલુકાના ખૂંધ ગામમાં પોકડા નિશાળ ફળીયાની ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો છે, બાતમીના આધારે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
પકડાયેલા આરોપીઓનાં નામ
(૧) સંજયભાઇ ગાંડાભાઇ કો.પટેલ
(૨) કહરલભાઇ કત્રકમભાઇ ધો.પટેલ ઉ.વ.૩૦
(૩) સુરશે ભાઇ ગોપાલભાઇ હળપતી ઉ.વ.૪૩
(૪) નરશે ભાઇ કાંતુભાઇ ના.પટેલ ઉ.વ.૩૮ (સરપંચ )
વોન્ટેડ આરોપીનું નામ
વિજયભાઇ પ્રભાકર ઝામધાડે
ઉત્તમભાઇ રાયસીંગભાઇ પટેલ
દરોડા દરમિયાન જુગાર રમતા આલીપોર ગામના સરપંચ પણ ઝડપાયા હતા.પોલીસે રોકડ રૂપિયા મોબાઈલ અને મોટરસાયકલ મળી કુલ 95 હજારથી વધુનો મુદ્દમાલ કબજે કર્યો હતો. પોલીસના દરોડા પડતાં જ બે શખ્સો ભાગી ગયા હતા. પોલીસે આ બન્ને આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.








