મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અંબાજીમાં ત્રિ-દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ભવ્ય પ્રારંભ

અંબાજી ખાતે ત્રણ દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે ભવ્ય પ્રારંભ થયો છે. 9થી 11 ફેબ્રુઆર

અંબાજીમાં ત્રિ-દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ભવ્ય પ્રારંભ

અંબાજી ખાતે ત્રણ દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે ભવ્ય પ્રારંભ થયો છે. 9થી 11 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર આ મહોત્સવમાં લાખો ભક્તો એક જ સ્થળે 51 શક્તિપીઠના દર્શનનો લાભ લેશે. સવારે રાજ્યના મંત્રી બલવંતસિંહ રાજપૂતે મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચીખલા હેલીપેડથી મોટર માર્ગે અંબાજી પહોંચ્યા હતા, જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ માં અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા બાદ રૂ. 12 કરોડના ખર્ચે નિર્માણ પામેલા સંસ્કૃત વિશ્વવિદ્યાલયનું લોકાર્પણ કર્યું હતું.

આ પણ વાંચો : દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીને કરાયા નજરકેદ, જાણો શું છે મામલો

ત્યારબાદ ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો માતાજીની ધજાઓ સાથે ઉપસ્થિત હતા. મુખ્યમંત્રીએ માતાજીની આરતી કરી આશીર્વાદ લીધા બાદ ઘંટી યાત્રા અને છેલ્લા 20 વર્ષથી નિયમિત યોજાતી પાલખી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. તેમણે 51 શક્તિપીઠના મંદિરમાં હવન પણ કર્યો હતો. મહોત્સવના પ્રથમ દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અંબાજી ખાતે ઉમટી રહ્યા છે.

આ સમાચાર શેર કરો