દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીને કરાયા નજરકેદ, જાણો શું છે મામલો
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીને નજરકેદ કરવામાં આવ્યા છે

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીને નજરકેદ કરવામાં આવ્યા છે. અંબાજીમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં વિરોધ ન કરે તે માટે ધારાસભ્યને નજરકેદ કરવામાં આવ્યા છે. અમીરગઢ પોલીસ સવારથી જ ધારાસભ્યનો જાપ્તો રાખી રહી છે.
આ પણ વાંચો : દેશભરમાં બેંકના કર્મચારીઓની હડતાળ, સતત ચાર દિવસ રહેશે બેંકો બંધ; જાણો તારીખ અને કારણો
ધારાસભ્ય કાંતિ ખરાડીની ગઈકાલે 89 પરિવારોને વળતર આપવા બાબતે એસપી સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ કાંતિ ખરાડીએ નજરકેદને લોકશાહીનું ખૂન ગણાવ્યું હતુ. અંબાજીમાં આજે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં કાંતિ ખરાડી મુખ્યમંત્રીને રજૂઆત કરવા જવાના હતા. 51 શક્તિપીઠના કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતિ ખરાડીને આમંત્રણ પણ આપવામાં આવ્યું છે તેમ છતાં તેમને નજરકેદ કરવામાં આવ્યા છે.




