મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જન્મથી મૂકબધિર ત્રણ ભૂલકાઓને મળ્યુ ‘વાણી-શ્રવણ’નું સુખ, 10 લાખના ખર્ચે થતી કોક્લિયર ઈમ્પ્લાન્ટની સર્જરી સિવિલમાં નિઃશૂલ્ક થઈ

જન કલ્યાણને સર્વોપરિ રાખી વિવિધ યોજનાઓના માધ્યમથી જન જન સુધી પહોંચતી

જન્મથી મૂકબધિર ત્રણ ભૂલકાઓને મળ્યુ ‘વાણી-શ્રવણ’નું સુખ, 10 લાખના ખર્ચે થતી કોક્લિયર ઈમ્પ્લાન્ટની સર્જરી સિવિલમાં નિઃશૂલ્ક થઈ

જન કલ્યાણને સર્વોપરિ રાખી વિવિધ યોજનાઓના માધ્યમથી જન જન સુધી પહોંચતી રાજ્ય સરકારના ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’અંતર્ગત સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ની વિનામૂલ્યે સફળ સર્જરી કરવામાં આવી છે. પ્રાઈવેટ હોસ્પિટલમાં થતાં 8થી 10 લાખના ઓપરેશન ખર્ચના સ્થાને સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે સફળ સારવાર કરાઇ હતી.બાળકો હાલ સાંભળતા થયા છે. આગામી સમયમાં બોલતા પણ થાય તે દિશામાં તાલિમ આપવાનું શરૂ કરાયું છે. 

સફળતાપૂર્વક કરાઈ સર્જરી

સુરતના ઓલપાડ તાલુકાના સતિશકુમાર પટેલનો પાંચ વર્ષનો દીકરો તસ્મય જન્મથી જ મૂકબધિર (બોલી અને સાંભળી ન શકતા) અને કામરેજ તાલુકાના નનસાડ ગામના યોગેશભાઇ જગદાલેની બે વર્ષની દીકરી સારાંશીને ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ થકી ‘વાણી-શ્રવણ’નું સુખ મળ્યું છે. સુરત શહેરના વરિયાળી બજાર, ધાસ્તિપુરા ખાતે રહેતા રાહુલભાઈ રાઠોડનો ૫ વર્ષીય દીકરાની સર્જરી કરવામાં આવી છે. સુરત સિવિલના નિષ્ણાત તબીબોએ સાથે મળી ત્રણેય બાળકોની સફળતાપૂર્વક સર્જરી કરી છે.

ટૂંકા સમયમાં સફળ સર્જરી
           
સુરત સિવિલના ઇ.ચા.તબીબી અધિક્ષક ડો. જીગીશા પાટડીયા વિગતો આપતા જણાવ્યુ હતુ કે, સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખુબ ટુંકા સમયમાં 3 બાળકોની ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ની સફળ સર્જરી કરવામાં આવી છે. પિડિયાટ્રિશિયન, એનેસ્થેશિયા અને ENT વિભાગની ટીમ બાળકોનું નિરીક્ષણ અને પરીક્ષણ કર્યુ અને ENT વિભાગ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યુ હતું. લાખો રૂપિયાની કિંમતના કોક્લિયર ઈમ્પ્લાન્ટ જે સરકાર તરફથી વિનામુલ્યે ઉપલબ્ધ કરવામાં આવે છે. ઓપરેશન કર્યા બાદ બાળકોને રિહેબિલીટેશનની જરૂરી હોઇ જેમાં બાળક સાંભળતું, સમજતું થયુ છે, બાળક પોતાની નોર્મલ લાઇફમાં કઇ રીતે આવે તે માટેના પ્રયત્નો ટીમ દ્વારા કરવામાં આવે છે.

3 સર્જરી કરાઈ

કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ વિષે વધુ વિગતો આપતા સુરત સિવિલના ENT વિભાગની ડૉ.પ્રાંચી રોયે જણાવ્યું હતું કે, સુરત સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં ૧૨ સર્જરીઓ કરવામાં આવી છે. તાજેતરમાં જ ૩ સર્જરી કરવામાં આવી છે, આ સર્જરી બહાર કરાવવામાં આવે તો તેના ઈમ્પ્લાન્ટની કિંમત જ ૭ થી ૧૦ લાખનીમાં થાય પણ આ સર્જરી સરકારની યોજનામાં વિના મૂલ્યે કરવામાં આવે છે. સુરત સિવિલના ENT વિભાગની સાથે પિડિયાટ્રીસિયન, એનેસ્થેશિયા વિભાગ મળીને સફળ સર્જરીઓ કરવામાં આવી છે. બાળકોને રિહેબિલીટેશનની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે એમ તેમણે ઉમેર્યું હતું. 
          

આ સમાચાર શેર કરો