મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: ચંડોળા તળાવમાં ત્રણ બાળકો ડૂબ્યા, સ્થાનિકોએ ત્રણેયના મૃતદેહો કાઢ્યા બહાર

અમદાવાદના ચંડોળા તળાવમાં ત્રણ બાળકો ડૂબ્યાની ઘટના સામે આવી છે. જેમાં બે બાળકો 10 વર્ષના અને એક બાળક 12 વર્ષનું હતું.

અમદાવાદ: ચંડોળા તળાવમાં ત્રણ બાળકો ડૂબ્યા, સ્થાનિકોએ ત્રણેયના મૃતદેહો કાઢ્યા બહાર

અમદાવાદના ચંડોળા તળાવમાં ત્રણ બાળકો ડૂબ્યાની ઘટના સામે આવી છે. જેમાં બે બાળકો 10 વર્ષના અને એક બાળક 12 વર્ષનું હતું. બાળકો કઈ રીતે ચંડોળા તળાવમાં ડૂબ્યા તે પણ મોટો પ્રશ્ન છે.

સ્થાનિકોએ બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા 

ઘટનાની જાણ સ્થાનિકોએ ફાયરબ્રિગેડને કરી હતી. ફાયરની ટીમ ચંડોળા તળાવ પર પહોંચે તે પહેલા સ્થાનિકોએ બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. આ મામલે તપાસ ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારે બપોરથી બાળકો ગુમ થતાં જેથી પરિવારજનોએ અને સ્થાનિક લોકોએ શોધખોળ શરૂ કરી હતી. પરંતુ કોઇ ભાળ મળી ન હતી.

ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા

ત્યારબાદ મોડી રાત્રે તળાવ પાસે જ્યાં ખાડા ખોદવામાં આવ્યા છે ત્યાં તપાસ કરતાં ત્રણેય બાળકો ડૂબેલા જોવા મળ્યા હતા. આ ત્રણેય બાળકો તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. હાલમાં મૃતકોની ડેડબેડીને પોસ્ટમોર્ટમ માટે એસવીપી હોસ્પિટલ લઇ જવામાં આવી છે. 

પરિવારજનો તંત્રની બેદરકારી સામે આક્ષેપ કર્યા

પરિવારજનો તંત્રની બેદરકારી સામે આક્ષેપ કર્યા હતા કે ચંડોળા તળાવમાં ખાડા ખોદવામાં આવ્યા હોવાથી અમારા બાળકો રમતાં રમતાં ખાડામાં પડી જતાં મોત નિપજ્યા છે. ખોદકામની કામગીરી ચાલી રહી હોવાછતાં કોઇ ધ્યાન આપવારું નથી. હજુ કેટલા છોકરા ખાડામાં કોને ખબર? આ ઘટના ખાડા ખોદવાની બેદકારીના લીધે સર્જાઇ છે. 

આ સમાચાર શેર કરો