મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મોરબી: માળીયાના તળાવમાં ડૂબી જતાં ત્રણ બાળકોનાં મોત, પરિવારમાં શોકનો માહોલ

મોરબીના માળીયાના વર્ષામેડી ગામમાં તળાવમાં ડૂબી જતાં ત્રણ બાળકોનાં મોત નિપજ્યા છે. ત્રણેય બાળકો તળાવમાં

મોરબી: માળીયાના તળાવમાં ડૂબી જતાં ત્રણ બાળકોનાં મોત, પરિવારમાં શોકનો માહોલ

મોરબીના માળીયાના વર્ષામેડી ગામમાં તળાવમાં ડૂબી જતાં ત્રણ બાળકોનાં મોત નિપજ્યા છે. ત્રણેય બાળકો તળાવમાં ન્હાવા પડ્યા હતા. ત્રણેયના મૃતદેહને પી.એમ. માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. નોંધનીય છે કે, ગઈકાલે જ ભાવનગરમાં સિદસરના બોર તળાવમાં 5 બાળકી ડૂબી જતા મોત થયા હતા. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે મોરબી જિલ્લાના માળીયાના વર્ષામેડી ગામમાં આવેલા તળાળમાં આજે ત્રણ બાળકો ન્હાવા પડ્યા હતા. આ દરમિયાન ત્રણેય બાળકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.  આ બનાવની જાણ થતા સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.  ત્રણેય બાળકોના મોત થતા પરિવામાં શોકનો માહોલ છવાઈ ગયો છે. 

મૃતક બાળકના નામ

મેહુલ ભુપતભાઈ મ્હાલીયા (ઉ.૧૦)
શૈલેષ અમરશીભાઈ ચાવડા(ઉ.૮)  
ગોપાલ કાનજીભાઈ ચાવડા(ઉ.૧૨) 

ઉલ્લેખનીય છે કે, ભાવનગરના સિદસરમાં આવેલા બોર તળાવમાં પાંચ બાળકીઓ ડૂબી જતા ચારના મોત થયા છે જ્યારે એક બાળકીએ આજે જીવ ગુમાવ્યો હતો.  બોર તળાવ નજીક મફત નગરમાં રહેતી પાંચ બાળકીઓ કપડા ધોવા માટે પહોંચી હતી આ દરમિયાન આ ઘટના બની હતી.

આ સમાચાર શેર કરો