મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: 5 કરોડની ઉચાપત મામલે કર્મી સહિત ત્રણની ધરપકડ, ઓડિટ દરમિયાન બહાર આવી હતી ગેરરીતિ

નિરમા યુનિવર્સિટીમાં પાંચ કરોડની ઉચાપત કરનાર કર્મચારી અને મુખ્ય આરોપી સહિત સોલા હાઇકોર્ટ પ

Ahmedabad news: 5 કરોડની ઉચાપત મામલે કર્મી સહિત ત્રણની ધરપકડ, ઓડિટ દરમિયાન બહાર આવી હતી ગેરરીતિ

નિરમા યુનિવર્સિટીમાં પાંચ કરોડની ઉચાપત કરનાર કર્મચારી અને મુખ્ય આરોપી સહિત સોલા હાઇકોર્ટ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

 પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા

પ્રાપ્ત માહિતી મુજબ નિરમા યુનિવર્સિટીના સ્ટુડન્ટ એક્ટિવિટી સહિત રૂ. 5 કરોડ જેટલી રકમ પોતાના અંગત ઉપયોગમાં વાપરી સંસ્થા સાથે છેતરપિંડી કરનાર કર્મચારી પ્રકાશ ઠાકોર સહિત રોહિત મકવાણા (ઠાકોર) અને નિકેતન દેસભ્રતારની સોલા હાઇકોર્ટ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પણ મેળવ્યા છે. આરોપીઓએ યુનિવર્સિટીના વિદ્યાર્થીની બુક રિફંડના નાણાં મિત્ર અને સંબંધીના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા, જે બાદ નિરમા યુનિવર્સિટીના પ્રોફેસર નિકુંજ પટેલે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સ્ટુડન્ટ એક્ટિવિટીના પૈસા અંગત ઉપયોગમાં વાપર્યા

આ સમગ્ર ગેરરીતિ યુનિવર્સિટીના ઓડિટ દરમિયાન બહાર આવી હતી. પૂછપરછ દરમિયાન પ્રકાશ ઠાકોરે સ્વીકાર્યો કે સ્ટુડન્ટ એક્ટિવિટીના પૈસા અંગત ઉપયોગમાં વાપર્યા હતા. સોલા હાઇકોર્ટ પોલીસમાં પ્રકાશ ઠાકોર, નિકેતન, હર્ષિલ લેહરી, નંદકિશોર, મહેશ છાપ્યા, જૈનમ વીરા અને રોહિત ઠાકોર સામે ગુનો દાખલ કરાયો છે. 

આ સમાચાર શેર કરો