અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસને કારણે મહિલાના આપઘાતને મામલે ત્રણની ધરપકડ
અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસના કારણે મહિલાએ કરેલા આપઘાત

અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસના કારણે મહિલાએ કરેલા આપઘાત કેસમાં પોલીસે ગુનો દાખલ કર્યા બાદ આરોપીઓની ધરપકડ કરી છે. નીતાબેન મોદી નામની મહિલાએ 27 જાન્યુઆરીએ પોતાનાં ઘરે એસીડ ગટગટાવીને જીવન ટુંકાવ્યું હતું. જે મામલે તેમના પતિએ આરોપીઓ સામે આત્મહત્યા દૂષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.
નીતાબેન મોદીએ નેહા પંડ્યા અને જયેશ પંડ્યા મારફતે વ્યાજે 50 હજાર રૂપિયા લીધા હતા. જે રકમ વ્યાજ સાથે ભરી દીધી હોવા છતાં પણ વધારાના 10 હપ્તા ભરવા છેલ્લા એક મહિનાથી માનસિક ટોર્ચર કરી ધમકીઓ આપતા હતા. તેમજ નીતાબેને જીગર રબારી નામના મહેસાણાનાં યુવક પાસેથી 10 ટકા વ્યાજે પૈસા લીધેલા હતા,જે પૈસા ભરી દીધા હોવા છતાં પણ વધુ પૈસાની માંગણી કરી ધમકીઓ આપવામાં આવતી હતી.
આ પણ વાંચો : અમદાવાદમાં યુવકને આર્થિક લેવડ-દેવડમાં હેરાન કરવાના મામલે PI સહિત 3 પોલીસકર્મી વિરૃદ્ધ ફરિયાદ
નીતાબેન મોદીએ હેમરાજસિંહ ઝાલા નામનાં યુવકને 45,000 રૂપિયા આપ્યા હતા તેમજ દીકરાના નામે ફોન અપાવ્યો હોય જેનાં પૈસા માંગવા જતા જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેના કારણે નીતાબેને મોદીએ આપઘાત કર્યો હતો. આ મામલે કૃષ્ણનગર પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગુનામાં સામેલ નેહાબેન પંડ્યા, તેનાં જયેશ પંડ્યા અને હેમરાજસિંહ ઝાલા નામના આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.






