મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabadમાં નિવૃત મેજરના પુત્રનું અપહરણ કરી USDTની ખંડણી માંગનાર ત્રણની ધરપકડ

Ahmedabad News: અમદાવાદમાં અપહરણનો એક ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક નિવૃત સુબેદાર મેજરના પુત્ર પ

Ahmedabadમાં નિવૃત મેજરના પુત્રનું અપહરણ કરી USDTની ખંડણી માંગનાર ત્રણની ધરપકડ

Ahmedabad News: અમદાવાદમાં અપહરણનો એક ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક નિવૃત સુબેદાર મેજરના પુત્ર પ્રિન્સનું અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપીઓએ પ્રિન્સ પાસેથી 50 હજાર USDTની ખંડણી માગી હતી, જેનો ભારતીય રૂપિયામાં અંદાજે 43 લાખ થાય છે. આ ગંભીર કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પગલાં લઈ ત્રણ આરોપીઓને ઝડપી પાડી સફળ ઓપરેશન પાર પાડ્યું છે.

સુબેદાર મેજરના પુત્ર પ્રિન્સ નામના યુવકનો ક્રિપ્ટોકરન્સી સાથે સંકળાયેલ વ્યવસાય છે. આરોપી સંજય દેસાઈએ અગાઉ તેને 10 હજાર USDTના બદલામાં ભારતીય રૂપિયા આપવાની વાત કરી હતી અને પ્રિન્સે આ ઓફર નકારી કાઢી હતી. ત્યારબાદ આરોપીઓએ એક ષડયંત્ર રચી નાખ્યું હતું. વિકાસ નામના યુવક જે પ્રિન્સનો નજીકનો મિત્ર હતો, તેના માધ્યમથી પ્રિન્સને બાપુનગર બોલાવવામાં આવ્યો.

ત્યારબાદ વિકાસને ત્યાંથી રવાના કરી દેવામાં આવ્યો અને નંબર પ્લેટ વગરની કારમાં પ્રિન્સને ઉઠાવી લેવામાં આવ્યો હતો. અપહરણ કરનારાઓએ પ્રિન્સને સાયન્સ સિટીની પાછળના ભાગે લઈ જઈ તેના પર દબાણ કરીને USDTમાં ખંડણીની માંગણી કરી હતી. પ્રિન્સ પર હથિયાર જેવી વસ્તુઓ વડે હુમલો પણ કરવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપ્યા છે. જેમાં હર્ષ ઠક્કર અને કૃપાલસિંહ વિહોલ કાર રેન્ટલનો વ્યવસાય કરે છે, જ્યારે ત્રીજો આરોપી કરણ ઉર્ફે આકાશ હાલ અભ્યાસ કરી રહ્યો છે.

ક્રાઈમ બ્રાન્ચની ત્રણ જુદી જુદી ટીમ આ ઓપરેશનમાં સફળ થવા રાત્રીના બે વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધી સતત કામગીરી કરી રહી હતી. પોલીસે પ્રિન્સને સલામત રીતે આરોપીઓના સકંજામાંથી બહાર લાવવામાં આવ્યો છે. સાથે જ આરોપીઓની ધરપકડ કરી તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી છે.

આ સમાચાર શેર કરો