Ahmedabad news: રસ્તા પર મોત બનીને દોડતી AMTS બસ; જાણો ચાલુ વર્ષે કેટલાને બનાવ્યો કાળનો કોળિયો
અમદાવાદ શહેરમાં અકસ્માતના બનાવમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે,

અમદાવાદ શહેરમાં અકસ્માતના બનાવમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, ત્યારે આ અકસ્માતની સંખ્યામાં વધારા થવા બદલ એએમટીએસ બસ પણ જવાબદાર છે. ચાલુ વર્ષે એટલે કે જાન્યુઆરીથી અત્યાર સુધી એએમટીએસ દ્વારા 53 અકસ્માત થયા છે. જેમા ૧૩ લોકોના મોત થયા છે.
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે એએમટીએસ બસ યમદૂત સાબિત થઈ રહી છે. એએમટીએસ દ્વારા અવાર નવાર અકસ્માત થાય છે. ચાલુ વર્ષે એટલે કે જાન્યુઆરીથી અત્યાર સુધી એએમટીએસ દ્વારા 53 અકસ્માત થયા છે. જેમા ૧૩ લોકોના મોત થયા છે. 53 અકસ્માત પૈકી 36 અકસ્માતમાં લોકો ઘાયલ થયા છે. મહત્વની બાબત એ છે કે 42 અકસ્માતોમાં ડ્રાઇવરનો કસૂર સાબિત થયો છે. ભૂતકાળમાં પણ એએમટીએસ દ્વારા અકસ્માત થયા છે. તંત્ર દ્વારા અકસ્માત રોકવા ડ્રાઇવરોના ટેસ્ટ, ડ્રાઇવરોની તાલીમ વગેરે જેવા કાર્યક્રમ કરવામાં આવ્યા છે પણ પરિસ્થિતિમાં કોઈ ફેર પડ્યો નથી.




